Top Gujarati Blog | ટોપ ગુજરાતી બ્લોગ

  1. સોરઠ ની રસધાર – https://sorathnirasdhar.blogspot.in/

  2. રીડગુજરાતી.કોમ – http://www.readgujarati.com/

  3. અક્ષરનાદ – http://www.aksharnaad.com/

  4. દાદીમાની પોટલી – http://desais.net/das/

  5. ટહુકો.કોમ – http://tahuko.com/

  6. Top Gujarati Blog | ટોપ ગુજરાતી બ્લોગ – https://topgujaratiblog.wordpress.com/

  7. Good છે! – http://www.adhir-amdavadi.com/

  8. ગુજરાતી પ્રતિભા પરિચય – https://sureshbjani.wordpress.com/

  9. મારા વિચારો, મારી ભાષામાં! – https://kartikm.wordpress.com/

  10. ગુર્જર કાવ્ય ધારા…..આનંદનો પર્યાય – https://aasvad.wordpress.com/

  11. Saurabh Shah Online – http://saurabh-shah.com/

  12. Read, Think, Respond – https://jaywantpandya.wordpress.com/

  13. સૂરસાધના – https://gadyasoor.wordpress.com/

  14. સેતુ – https://readsetu.wordpress.com/

  15. ઋતમંડળ – http://rutmandal.info/

  16. શબ્દસેતુ – https://shabdsetutoronto.wordpress.com/

  17. DharaBhatt-Yeole – https://dharabhattyeole.wordpress.com/

  18. ઋષિ ચિંતનના સાંનિધ્યમાં – https://rushichintan.com/

  19. SUSHANT’S BLOG – https://sushantdhamecha.wordpress.com/

  20. પરમ સમીપે – https://paramujas.wordpress.com/

  21. आयु–Digest – https://ayurjagat.wordpress.com/

  22. કુરુક્ષેત્ર – https://raolji.com/

  23. વિજયનુ ચિંતન જગત – https://vijayshah.wordpress.com/

  24. ગુંજારવ – ગુજરાતી કવિતાનો…. – http://www.gunjarav.com/

  25. પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર – http://www.yashpaljadeja.com/

  26. હાસ્ય દરબાર – https://dhavalrajgeera.wordpress.com/

  27. વડગામ.કોમ – http://vadgam.com/

  28. મારો બગીચો – http://www.marobagicho.com/

  29. તમારું મનન એજ મારું કવન હો! – https://ddpathak.wordpress.com/

  30. “ગુજરાતી ગઝલ” – https://gujaratigazal.wordpress.com/

  31. CHATAKSKY – http://www.chataksky.in/

  32. બ્લોગને ઝરૂખેથી… – http://blognezarookhethee.blogspot.in/

  33. સાહિત્યરસથાળ – https://riteshmokasana.wordpress.com/

  34. મેઘધનુષ : સઈદ શેખ નો બ્લોગ – http://rainbowgujarati.blogspot.in/

  35. FunNgyan.com – http://funngyan.com/

  36. ગુજમોમ.કોમ – http://www.gujmom.com/web/home

  37. મધુ પુંજ – http://ykshoneycomb.blogspot.in/

  38. kshitij – https://kshitij7.wordpress.com/

  39. Tianu A Gujarati Blog – https://anuragrathod.wordpress.com/

  40. સમન્વય – http://samnvay.net/

  41. મનરંગી – https://maulika7.wordpress.com/

  42. અસર – https://asaryc.wordpress.com/

  43. Snehrashmi.com – http://rashmipanchal.blogspot.in/

  44. SOM-સોમ – http://www.somsangrah.com/

  45. સંબંધોને સથવારે.. – https://bestbonding.wordpress.com/

  46. મારું બહારવટું – https://marubaharvtu.wordpress.com/

  47. Hiral’s Blog – https://hirals.wordpress.com/

  48. જરા અમથી વાત … – https://preetikhushi.wordpress.com/

  49. સ્વપ્ન – http://dream-mantra.blogspot.in/

  50. ગુજરાતી પ્રેમપત્રો – https://prempatro.wordpress.com/

  51. કવિતાનો ‘ક’ – https://sunilshah.wordpress.com/

  52. Piyuninopamrat’s Blog – https://piyuninopamrat.wordpress.com/

  53. હિમાંશુનાં કાવ્યો – https://himanshupatel555.wordpress.com/

  54. Arsh’s Collection – https://arsh.wordpress.com/

  55. કોફી WITH ભુમિકા …. – http://life-dreams2reality.blogspot.in/

  56. Vivaah Marriage Bureau – https://vivaahmarriagebureau.wordpress.com/

  57. કલબલાટ – https://kalbalat.wordpress.com/

  58. Dee’s world ! – http://deegujju.blogspot.in/

  59. ગુજરાતી કવિતાઓ – https://gujaratikavita.wordpress.com/

  60. I am Rahul Prajapati. – http://iamrahulprajapati.blogspot.in/

  61. અશ્વિન પટેલ નો બ્લોગ – https://imashvin.wordpress.com/

  62. અંતરના ઉંડાણમાંથી – https://akhilsutaria.wordpress.com/

  63. પટેલ પરિવાર – https://patelparivar.wordpress.com/

  64. ભજનામૃતવાણી – https://bhajanamrutwani.wordpress.com/

  65. nirav says – https://niravsays.wordpress.com/

  66. મારી નોંધપોથી – https://suryamorya.wordpress.com/

  67. શબ્દસ્પર્શ – https://kcpatel.wordpress.com/

  68. સાંસ્કૃતિક સમન્વય ઝંખતું: રૂપાયતન – https://rupayatan.wordpress.com/

  69. મારી નાનકડી વાતો – https://iamankurpatel.wordpress.com/

  70. બકુલ શાહ – https://bakulvshah.wordpress.com/

  71. અલ્પ…લીંબડીવાળા – https://alplimadiwala.wordpress.com/

  72. Vastu Shastra In Gujarati – https://vastushastragujarati.wordpress.com/

  73. “જ્ઞાનનું ઝરણું” – https://rupen007.wordpress.com/

  74. મલજી નો બ્લોગ – https://malji.wordpress.com/

  75. મહેર એકતા – https://maherakta.wordpress.com/

  76. Computer Help Inforamation – https://help4youingujarati.wordpress.com/

  77. સરલ હિન્દી/सरल हिन्दी – https://saralhindi.wordpress.com/

  78. amarkavitasangrah – https://amarkavitasangrah.wordpress.com/

  79. Maulik na Vicharo – http://mauliknavicharo.blogspot.in/

  80. આશુતોષ દેસાઈ – http://theashutoshdesai.blogspot.in/

  81. Gujarati tahuko – http://gujaratitahuko.blogspot.in/

  82. SOFT CORNER… – https://vjparmar.wordpress.com/

  83. કોઈ સાદ પાડે છે…. – http://koisaadpaade6e.blogspot.in/

  84. GUJARATPLUS – https://kenpatel.wordpress.com/

  85. બસ એ જ લિ. યુવરાજ – https://yuvrajjadeja.wordpress.com/

  86. જીવન જીવીએ . . .~ સંવેદનાઓને સથવારે. . . . . – https://jivanajivie.wordpress.com/

  87. ઓનલાઈન ડાયરો.. – http://hirenjoshi10.blogspot.in/

  88. વાર્તાલાપ – http://bhajman-vartalap.blogspot.in/

  89. સંજયસિંહ ગોહિલ – https://sanjaysinhgohil.wordpress.com/

  90. Light Fragrance of Ramayan – http://ramayanfromsarvaani.blogspot.in/

  91. મારી દુનિયા………… – https://ronakmodi.wordpress.com/

  92. વિવિધા – https://rajnikantvibhani.wordpress.com/

  93. સંવેદનાના સમીકરણો – https://jaydeepjhaveri.wordpress.com/

  94. મારી વાતો નો વાડો – https://mastmustu.wordpress.com/

  95. RACKS BHATT – http://racksbhatt.blogspot.in/

  96. શકીલ મુન્શીનો બ્લૉગ – https://shakilmunshi.wordpress.com/

  97. Saurashtra No Shayar – http://saurashtranoshayar.blogspot.in/

  98. VANRAJSINH NI GYANGARJNA – http://chavdavanrajsinh.blogspot.in/

  99. કટીંગ ચા – http://hirenjoshi-gujarati.blogspot.in/

  100. My Collection.. – http://gujarati99.blogspot.in/

  101. મારા વિચારો – https://thoughtsofamin.wordpress.com/

  102. Vaat Nu Vatesar – http://vaatnuvatesar.blogspot.in/

  103. સુગંધ – મારી આગવી દુનિયા – http://ritesh-mehta.blogspot.in/

  104. યાત્રા – http://vanchanyatra.blogspot.in/

  105. છેલછબીલાનું ચોપાનિયુ… – http://nareshsabalpara.blogspot.in/

  106. ‘અભ્યારણ્ય’ – https://rrajanii.wordpress.com/

  107. આવો વાતો કરીએ – http://aavovaatokarie.blogspot.in/

  108. પીરાણા-સતપંથની પોલ – https://ekvyakti.wordpress.com/

  109. વિવિધ રંગો – https://preeti229.wordpress.com/

  110. Gujrati blogs – http://gujratiblogs.blogspot.in/

  111. પીરાણા-સતપંથની પોલ – http://ekvyakti.blogspot.in/

  112. શ્વાસ – https://shvas.wordpress.com/

  113. Recollecting.. – http://arpitsinger.blogspot.in/

  114. Sanjay V Shah – http://sanjayvshah.com/

  115. ગુજરાતીસંસાર – https://gujaratisansar.wordpress.com/

  116. હિરેન બારભાયાની ડાયરી – https://hirenbarbhaya.wordpress.com/

  117. ગુજરાતી ભાષા માં મારા વિચારો! – https://chash27.wordpress.com/

  118. અલ્યા ભૈ,આ ગુજરાત છે! – https://gujarat6bhai.wordpress.com/

  119. Its VJ Time (Vijay Rohit) – http://vijayrohit.blogspot.in/

  120. ઝરણાં – http://kirtidabrahmbhatt.blogspot.in/

  121. વિમેશ પંડ્યાનું આંગણું…. – https://vimeshpandya.wordpress.com/

  122. ” સમીર ” – http://gohilsamir.blogspot.in/

  123. કલમ પ્રસાદી – https://kalamprasadi.wordpress.com/

  124. તણખો – http://tanakho.blogspot.in/

  125. ARSH’S BLOG – http://nhshukla.blogspot.in/

  126. કવિતા વિશ્વ – https://palji.wordpress.com/

  127. જિપ્સીની ડાયરી – http://captnarendra.blogspot.in/

  128. Mari Kalam Na Aansu…!!! – https://gujjudrops.wordpress.com/

  129. જરા અમથી વાત – http://shabdsoor.blogspot.in/

  130. દિલથી – http://gujaratikavitaandgazal.blogspot.in/

  131. આફતાબી સ્વાગત – https://kankshit.wordpress.com/

  132. પ્રીત નાં ગીત – http://preetnageet.blogspot.in/

  133. મારી રોજનીશી – https://krunalc.wordpress.com/

  134. || સ્પર્શ || – https://pratiknaik.wordpress.com/

  135. લાઇફ અને એવું બધું… – http://lifeandlikewise.blogspot.in/

  136. દૃષ્ટિકોણ – https://dsvyas.wordpress.com/

  137. વેદાંગ એ. ઠાકર ની અંતરંગ વાતો – https://vedangthakar.wordpress.com/

  138. મારુ વિચાર વિશ્વ – https://tejashpatel.wordpress.com/

  139. શબ્દ પર્વ – https://ubshabd.wordpress.com/

  140. Surat City – સુરત સીટી – https://surat3856.wordpress.com/

  141. આખી દુનિયાની પંચાત – https://devdagam.wordpress.com/

  142. માતૃત્વની કેડીએ – http://matrutvanikediae.blogspot.in/

  143. rahgeer – http://shohdah.blogspot.in/

  144. હ્રદય ઉતર્યુ કાગળ પર – https://nishitjoshi.wordpress.com/

  145. નટવર મહેતાનો કવિતા કિલ્લોલ… – http://natvermehta.blogspot.in/

  146. અભિન્ન – http://www.chiragthakkar.me/

  147. યુવા રોજગાર – https://pravinshrimali.wordpress.com/

  148. નટવર મહેતાનો વાર્તા વૈભવ… – https://natvermehta.com/

  149. વાંચનયાત્રા – https://vanchanyatra.wordpress.com/

  150. સૌમિષા … – https://saumisha.blogspot.in/

  151. About – https://harshavaidya1952.wordpress.com/

  152. CRC Mirzapar – http://crcmirzapar.blogspot.in/

  153. મીત શાહ (SHAH MIT) – http://shahmit.blogspot.in/

  154. Sneh Rashmi – http://snehrashmi.com/

  155. TECHGUJARATI.COM – http://techgujarati.com/

  156. Ruchir Gupta – https://www.ruchirgupta.com/

  157. DARK HORSE – http://1darkhorse.blogspot.in/

  158. મુકેશનું મનોમંથન – https://simplyyyystupid.wordpress.com/

  159. સરનામું બદલેલ છે – https://soham.wordpress.com/

  160. મારો પ્રયાસ – http://mehultewar.blogspot.in/

  161. જ્ઞાન નું ઝરણું – http://rupen007.blogspot.in/

  162. અભીવ્યક્તી – https://govindmaru.wordpress.com/

  163. મારી બારી – https://wallsofignorance.wordpress.com/

  164. planetJV – https://planetjv.wordpress.com/

  165. shunytanu aakash – https://nivarozinrajkumar.wordpress.com/

  166. ગુજરાતી બ્લોગ ટીપ્સ – https://www.gujaratiblogtips.com/

  167. ગુજરાતી બ્લોગીંગ – http://gujarati.blogging.co.in/

  168. Stop.co.in – http://stop.co.in/

  169. માવજીભાઈની પરબ – http://mavjibhai.com/

  170. અમીઝરણું – https://amitpisavadiya.wordpress.com/

  171. ગુંજારવ – http://gujaratikavita.blogspot.in/

  172. Public Gujarati Library – http://www.pustakalay.com/

  173. ગુજરાતી સાહિત્ય સરિતા – http://gujaratisahityasarita.org/

  174. ગુર્જરદેશ.કોમ – http://www.gurjardesh.com/

  175. ટહુકો.કોમ – http://tahuko.com/

  176. GujaratiLexicon – http://www.gujaratilexicon.com/

  177. જલસા કરોને જેંતીલાલ – http://jentilal.com/

  178. ફૂલવાડી – https://vishwadeep.wordpress.com/

  179. ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો – http://www.forsv.com/guju/

  180. મને મારી ભાષા ગમે છે – http://ashok3b.blogspot.in/

  181. માં ગુર્જરીના ચરણે – https://gopalparekh.wordpress.com/

  182. રણકાર.કોમ – http://rankaar.com/

  183. સર્જકતાનો ખજાનો – https://raviupadhyaya.wordpress.com/

  184. વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – http://poem.vishalon.net/

  185. વેબગુર્જરી – http://webgurjari.in/

  186. શબ્દ પ્રીત – http://shabdpreet.blogspot.in/

  187. સ્વર્ગારોહણ – http://www.swargarohan.org/

  188. એકત્ર ફાઉન્ડેશન – http://www.ekatrafoundation.org/

  189. બાળ ફૂલવાડી – http://vishvadeep.gujaratisahityasarita.org/

  190. કવિલોક – http://www.kavilok.com/

  191. રાધાવતાર – http://radhavatar.blogspot.in/

  192. Blue Feather – http://hareendra3994.blogspot.in/

  193. કાઠીયાવાડી ખમીર – http://kathiyawadikhamir.com/

  194. કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન – http://kidneyeducation.com/Gujarati/

  195. અંતરની વાણી – https://antarnivani.wordpress.com/

  196. અનરાધાર – http://anaradhar.blogspot.in/

  197. મધુસંચય – https://gujarat1.wordpress.com/

  198. અનામિકા – https://gujarat2.wordpress.com/

  199. અનુપમા – https://gujarat3.wordpress.com/

  200. અનુભવિકા – https://gujarat4.wordpress.com/

  201. અનન્યા – https://gujarat5.wordpress.com/

  202. અનોખું બંધન – http://anokhubandhan.blogspot.in/

  203. અભિવ્યક્તિ – https://dhaivat.wordpress.com/

  204. અભીવ્યક્તી – https://govindmaru.wordpress.com/

  205. અમિત ત્રિવેદી – http://amittrivedi.com/

  206. આદિલ મન્સૂરી – https://aektinka.wordpress.com/

  207. ઉજાસ – http://ujaas.blogspot.in/

  208. ઉંઝાજોડણી – https://sites.google.com/site/unzajodni/

  209. ઊર્મિનો સાગર – https://urmi.wordpress.com/

  210. Gaurav Pandya – http://thegaurav8184.blogspot.in/

  211. એક વાર્તાલાપ – https://ekvartalap.wordpress.com/

  212. કડવો કાઠિયાવાડી – http://kathiawadi.blogspot.in/

  213. કલરવ – http://kalrav1.blogspot.in/

  214. બાળકોનો કલરવ – https://rajeshwari.wordpress.com/

  215. More than words….. . – http://kaviwithwords.blogspot.in/

  216. કસુંબલ રંગનો વૈભવ – https://naraj.wordpress.com/

  217. kaavyasoor – https://kaavyasoor.wordpress.com/

  218. Gandabhai Vallabh Blog – https://kriyakand.wordpress.com/

  219. ગંગોત્રી – https://saryu.wordpress.com/

  220. shabdaswar.blogspot.com – http://shabdaswar.blogspot.in/

  221. ગઝલોનો ગુલદસ્તો – http://drmahesh.rawal.us/

  222. gujrati kavita – http://gujrati-kavita.blogspot.in/

  223. gujarati world – http://urvishkothari-gujarati.blogspot.in/

  224. GujaratiBooks.com – https://www.gujaratibooks.com/

  225. Navesar – https://navesar.wordpress.com/

  226. Gandabhai Vallabh – https://gandabhaivallabh.wordpress.com/

  227. મુક્તીની લડત(દયાળ કેસરી) – https://aazadiladat.wordpress.com/

  228. વીચાર–વંદના – https://vijeshshukla.wordpress.com/

  229. Sunday eMahefil – https://sites.google.com/site/sundaymahefil/

  230. સ્વરાંજલી – https://swaranjali.wordpress.com/

  231. meyotov – https://meyotov.wordpress.com/

  232. લયસ્તરો – http://layastaro.com/

  233. evergreendishes – https://www.evergreendishes.com/

  234. SHAYARI BANK – http://shyaribank.blogspot.in/

  235. મન નો વિશ્વાસ – https://drmanwish.wordpress.com/

  236. અધ્યારૂનું જગત – https://adhyaru.wordpress.com/

  237. Jay Shah – Musings & Memoirs – https://thoughtburps.wordpress.com/

  238. Bhaveshkumar Thaker – http://www.bhaveshthaker.com/

  239. Undefined Me – http://virajraol.blogspot.in/

  240. Health N Taste – http://healthntaste.blogspot.in/

  241. અમે ગુજરાતી – http://amegujrati.blogspot.in/

  242. Malji’s – http://malji.blogspot.in/

  243. ઊર્મિનો સાગર – https://urmi.wordpress.com/

  244. gujpratibha.wordpress.com – https://gujpratibha.wordpress.com/

  245. મેઘધનુષ – https://shivshiva.wordpress.com/

  246. kesuda – https://kesuda.wordpress.com/

  247. Gujarati blog – સિદ્ધાર્થનું મન – http://drsiddharth.blogspot.in/

  248. ગુજરાતી સાહિત્ય સરિતા – https://gujaratisahityasarita.wordpress.com/

  249. Sheetal Sangeet – http://sheetalsangeet.com/

  250. સ્નેહ સરવાણી – https://sneh.wordpress.com/

  251. સહિયારું સર્જન – https://sarjansahiyaaru.wordpress.com/

  252. જયદીપનું જગત – https://jaydeep.wordpress.com/

  253. તુલસીદલ – https://tulsidal.wordpress.com/

  254. કવિલોક Kavilok – https://pateldr.wordpress.com/

  255. Kavilok – http://kavilok.com/

  256. મારુ જામનગર – http://jamnagar123.blogspot.in/

  257. ક્ષિતિજ સળગે – https://sarjeet.wordpress.com/

  258. Shriji – http://shrithakorji.blogspot.in/

  259. Sur~Sargam – http://sur-sargam.blogspot.in/

  260. DeshGujarat – http://deshgujarat.com/

  261. પ્રણવ ત્રિવેદી – http://stuzan.blogspot.in/

  262. હેમકાવ્યો – https://hemkavyo.wordpress.com/

  263. ધર્મેશ નું મન – http://dikimind.blogspot.in/

  264. Zazi.com – http://my.zazi.com/

  265. stolen soul – https://puratan.wordpress.com/

  266. Bansinaad – https://bansinaad.wordpress.com/

  267. લાગ્યૂ તેવૂ લખ્યૂ – https://himanshugreen.wordpress.com/

  268. દ્રષ્ટિકોણ – https://prashantsworld.wordpress.com/

  269. મન સરોવર – https://girishdesai.wordpress.com/

  270. My Collection – http://collecsaupriya.blogspot.in/

  271. ચંદ્ર પુકાર – https://chandrapukar.wordpress.com/

  272. અરવિંદ અડાલજાનો બ્લોગ – https://arvindadalja.wordpress.com/

  273. SHABDASOOR – http://jkshabdasoor.blogspot.in/

  274. વલોણું – https://valonu.wordpress.com/

  275. Bina ‘s weblog / બીનાનો વેબ્લોગ – https://binatrivedi.wordpress.com/

  276. ટહુકો – http://jhbhakta.blogspot.in/

  277. Vishal Monpara – http://www.vishalon.net/

  278. વિજયકુમાર દવે / Vijaykumar Dave – http://gujaratikavitayen.blogspot.in/

  279. ગુજરાતી ગુગલ – http://gujaratigoogle.blogspot.in/

  280. ગુજરાતી ટૂંકી વાર્તા – http://gujaratishortstories.blogspot.in/

  281. વાસંતીફૂલ – http://www.vasantiful.com/

  282. Its VJ Time (Vijay Rohit) – http://vijayrohit.blogspot.in/

  283. Sanjay V Shah – http://sanjayvshah.com/

  284. Gaurangi’s Weblog – https://gaurangi.wordpress.com/

  285. અજવાળું – https://ajvaduu.wordpress.com/

  286. Art World of Ravishankar Raval (RMR) – http://ravishankarmraval.org/

  287. Jai  Jinendra – http://bittugandhi.blogspot.in/

  288. આ સાલી જીંદગી – http://www.ankitsadariya.in/

  289. જીવન સંધ્યાનો ઉજાસ – https://harshajagdish.wordpress.com/

  290. Gujarati True Story – http://gujaratitruestrory.blogspot.in/

  291. શિક્ષણ સરોવર – https://shikshansarovar.wordpress.com/

  292. Milan Solanki – https://milansolanki.wordpress.com/

  293. ~!!! શોધું છું એક આકાશ, ક્ષિતિજ ની પેલે પાર !!!~ – https://bgohil7.wordpress.com/

  294. આપણું ઉમરેઠ ( Since 2009 ) ચરોતરનો ઉંબરો.. – https://aapnuumreth.wordpress.com/

  295. ફેશન ઝવેરાત બનાવો, પહેરો અથવા વહેંચો – http://fashionjewelerymaking.blogspot.in/

  296. Lagharvagharamdavadi (L.V.A) – https://lagharvagharamdavadi.wordpress.com/

  297. ‘દિલ ઢુંઢતા હૈ… ફુર્સત’……. સર્જન કરો, લાણી કરો અને દિલથી માણો – http://ashokvaishnavliesureshare.blogspot.in/

  298. amvaishnav’s translations from gujarati – https://amvaishnavtransliterations.wordpress.com/

  299. ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) રચિત ગુજરાતી કવિતા અને સંગીત – https://ghanshyamthakkar.wordpress.com/

  300. THE OFFICIAL BLOG OF DARKHORSE INFO TECH – https://kanarabrijraj.wordpress.com/

  301. અશોક વૈશ્નવની પસંદના અંગ્રેજી બીન-સાહિત્ય લેખોના ભાવાનુવાદ – http://vaishnavashok.blogspot.in/

  302. Thanganat – Free Gujarati Music – https://thanganat.com/

  303. The Gujju Adda – https://thegujjuadda.com 

  304. Swati’s Journal – https://swatisjournal.com

  305. Nanjani – https://nanjani.com

  306. ગોરસ — આદર્શ, સત્વશીલ, શિષ્ટ, પ્રેરણાત્મક અને ભાવાનાત્મક લેખોનો સંગ્રહ – https://goras.org

નવી જનરેશનને હાથેથી લખતાં જ નહીં આવડે?

હાથેથી મરોડદાર અક્ષરો પાડીને લખવાની કળા ધીમે ધીમે લુપ્ત થઇ રહી છે. આપણને બધાને સ્ક્રીન અને કી-બોર્ડની આદત પડી ગઇ છે.

એક સદી પછીની જનરેશન માનશે પણ નહીં કે, એક સમયે લોકો હાથે લખતા હતા અને સુલેખનની સ્પર્ધાઓ પણ થતી હતી. સારા અક્ષરો સંસ્કાર ગણાતા હતા!

તમને લખતા આવડે છે? આવો સવાલ કોઇ પૂછે તો એમ જ થાય કે, આ તે કેવો સવાલ છે? લખતા તો આવડે જ ને! વાત કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલ પર લખવાની નથી, વાત હાથેથી લખવાની છે. થોડીક મોટી ઉંમરના હશે એને હજુય હાથે લખવાની સારી એવી ફાવટ હશે, કોઇ ટીનેજરને કહેજો કે એક પાના પર થોડુંક લખ તો! એને કંટાળો આવશે. મોબાઇલ પર મેસેજ કે બીજું કંઇ ટાઇપ કરવાનું કહેશો તો એ ફટાફટ કરી આપશે પણ હાથેથી લખવામાં એને ઝાટકા લાગશે. આપણે ત્યાં હજુ પરીક્ષાઓ હાથેથી લખીને આપવાની હોય છે એટલે યંગસ્ટર્સને હજુયે લખવાની થોડી ઘણી આદત છે. શાળા કોલેજમાં પણ નોટ્સ લખાવવામાં આવે છે એટલે લખવાનું જળવાઇ રહ્યું છે. હવે એ સમય દૂર નથી જ્યારે શાળા અને કોલેજમાં પેન અને નોટબુક નહીં પણ લેપટોપ કે ટેબલેટ લઇને જવાનું હશે. ઘણી ઇન્સ્ટિટ્યૂટ્સમાં તો આવું ડિજિટલ એજ્યુકેશન ઓલરેડી સ્ટાર્ટ થઇ ગયું છે. મા-બાપ કોલર ઊંચો કરીને કહે છે કે, અમારા સંતાનને તો ચોપડાઓની ઝંઝટ જ નથી. દુનિયાના અનેક દેશોમાં હવે ગેઝેટ્સ પર જ ભણાવવામાં આવે છે. આગામી સમયમાં તો દરેક સ્ટાન્ડર્ડ માટે અલગ અલગ ગેઝેટસ જ આવી જવાના છે. પહેલા ધોરણથી માંડીને ઉચ્ચ અભ્યાસ સુધીના પુસ્તકો હોય છે એમ દર વર્ષે નવું ગેઝેટ હશે. નવું ન લેવું હોય તો દર વર્ષે અપડેટ કરાવી લેવાનું!

સમય સાથે બધું પરિવર્તન પામતું હોય છે. આપણે એવું પણ કહેતા હોઇએ છીએ કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયની સાથે માણસની આદતથી માંડીને દાનત પણ બદલતી હોય છે. એક આગાહી એવી કરવામાં આવી છે કે, ભવિષ્યમાં માણસ હાથેથી લખવાનું જ ભૂલી ગયો હશે! આપણા ટેરવાને હવે પેન પકડવા કરતા કીબોર્ડ અને ટચ સ્ક્રીન વધુ ફાવવા લાગ્યું છે. રાઇટિંગ વિશે એવું કહેવાતું રહ્યું છે કે, ટેરવાનું દિલ અને દિમાગ સાથે કનેકશન હોય છે. હવે હળવાશમાં એવું પણ કહેવાઇ રહ્યું છે કે, એ તો માણસ કીબોર્ડ સાથેનું કનેકશન પણ શોધી કાઢશે. બીજી વાત એવી પણ છે કે, કીબોર્ડ કે ટચ સ્ક્રીનથી લખવાનું પણ નહીં હોય, બોલશું એટલે લખાઇ જશે. આ ટેકનોલોજી તો અત્યારે પણ છે જ, લખવાનું કે ટાઇપિંગ પણ નહીં હોય, છેલ્લે બોલવાનું જ હશે!

ઘણા લોકો અત્યારે પેનનો ઉપયોગ માત્ર સહી કરવા માટે જ કરે છે. આ પેન પણ એક સમયે શોભાનો ગાંઠીયો બની જશે! સહી પણ ડિજિટલ થઇ જવાની છે. સદી બે સદી પછી કદાચ પેન મ્યુઝિયમમાં જ હશે! મા-બાપ છોકરાઓને મ્યુઝિયમ જોવા લઇ જશે અને પછી કહેશે કે જુઓ આને પેન કહેવાય, પ્રાચીન સમયમાં લોકો આને પકડીને હાથેથી લખતા. એમાં શાહી પણ પૂરાતી હતી. બોલપેન અને રીફીલ બતાવીને કહેશે કે, આ રીફીલ બદલવી પડતી. એ છોકરાવને રીફીલની ફીલ જ નહીં આવવાની! માણસનો પેન સાથેનો એક નાતો હોય છે. પેન શું પેન્સિલ સાથેનો પણ પ્રેમ હોય છે. ડિજિટલ પેન અત્યારે ઇનથિંગ છે, એ પણ ક્યાં સુધી હશે એ સવાલ છે. અગાઉ શર્ટ કે કોટના ખીસ્સામાં મોંધામાયલી પેન રાખવી એ એક વટ હતો. મોબ્લા, પિયરે કાર્ડિન, ક્રોસ, શેફર, વોટરમેન અને પાર્કરનો તો માભો જ અલગ હતો! હવે તો શર્ટમાં પેન રાખો તો દેશી લાગો!

હાથેથી લખવાની કળા ધીમે ધીમે લુપ્ત થઇ જવાની છે. લખવાનું જશે એટલે અક્ષરોનું સૌંદર્ય પણ ખતમ થઇ જશે. મરોડદાર અક્ષરોના બેમોઢે વખાણ થતા. સરસ અક્ષરો માણસની ઓળખ બનતા. એવું કહવાતું કે, કોણ? પેલો કે પેલી જેના અક્ષરો બહુ જ સુંદર છે એ? શાળાઓમાં સુલેખન સ્પર્ધાઓ થતી. અક્ષરો મરોડદાર થાય એ માટેની પ્રેક્ટિસ બુક આવતી. પેન ઉપાડ્યા વગર ત્રીજી અને ચોથી એબીસીડીમાં લખવાનું શીખવવામાં આવતું હતું. કેલીગ્રાફી આર્ટ વધુ દુલર્ભ બની જવાની છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીના અક્ષરો ગરબડિયા હતા. હસ્તાક્ષરનું એક શાસ્ત્ર પણ છે. આપણા હસ્તાક્ષર પરથી આપણી માનસિકતાથી માંડીને આપણા ભવિષ્ય વિશે કહી આપનારા સિગ્નેચર અને હેન્ડ રાઇટિંગ એક્સપર્ટસ પાસે હજુ પણ ઘણા લોકો જાય છે. લખવાની સ્ટાઇલ ફેરવવાથી નસીબમાં પણ ફેરફાર થતો હોય છે એવું માનવવાળા લોકો પણ છે. એક્સપર્ટ્સ એવું કહે છે કે, તમારા અક્ષર એ તમારી ઓળખ છે. લખવામાં તમે કેવા વળાંકો આપો છે, કયો શબ્દ તોડો છો અને કયો શબ્દ જોડો છો, તેના પરથી તમારી વૃતિથી માંડી પ્રકૃતિ સુધીનો ખયાલ આવી જાય છે. હસ્તાક્ષર જ નહીં હોય તો પછી એક્સપર્ટસ વાંચશે શું?

ડિજિટલ ડિવાઇસિસના કારણે માણસોનો શબ્દો સાથેનો નાતો ઓછો થતો જાય છે. સુખ, દુ:ખ કે બીજી કોઇપણ લાગણી વ્યક્ત કરવા માટે આપણે ફટ દઇને ઇમોજી ફટકારી દઇએ છીએ. ઇમોજી કેટલા શબ્દો ખાઇ જાય છે એનો વિચાર ક્યારેય કર્યો છે? શબ્દોનો ઉપયોગ પણ ઘટતો જાય છે. આપણી ડીક્ષનરીમાં ટોટલ જેટલા શબ્દો હોય છે એમાંથી આપણે કેટલા આપણે વાપરીએ છીએ? બહુ જ ઓછા. અમુક વખતે તો આપણી જ ભાષાનો કોઇ શબ્દ આપણી સામે આવે ત્યારે આપણને સવાલ થાય છે કે, આનો અર્થ શું થાય? નવી જનરેશન સાથે તો આ બહુ મોટો ઇસ્યૂ છે. આપણે લિમિટેડ શબ્દો સાથે જ નાતો રાખવા માંડ્યા છીએ. ગ્રામર કે જોડણીના તો અત્યારે જ લોકોને ફાંફા પડી રહ્યા છે. અંગ્રેજીની જેમ હવે બીજી ભાષાઓના સ્પેલ ચેકર આવવા લાગ્યા છે એટલે લોકો સાચા સ્પેલિંગ, ગ્રામર કે જોડણી યાદ રાખવાનું પણ ભૂલી જવાના છે. સમય સાથે થતા પરિવર્તનોને તમે રોકી શકતા નથી. તમે લખી રાખજો, હાથેથી લખવું એ પણ ભવિષ્યમાં એક આર્ટ હશે!

એેને જ સજ્જન, સ્વજન કે સન્મિત્ર કહેવાય

મુસીબતનો સામનો જિંદગીમાં દરેકે કરવો પડે છે. તેનાથી ગભરાઈને નાસવાનો પ્રયત્ન મિથ્યા હોય છે. જે લોકો મુસીબતથી ગભરાય છે તેમણે પણ એમાંથી પસાર તો થવું જ પડે છે. બહાદુરીથી મુસીબતનો સામનો કરનાર ઘણી વાર એમાંથી માર્ગ શોધી કાઢે છે. મુસીબત આવી પડે ત્યારે જ માણસને ખરી હિંમતની જરૂર પડે છે અને આવી હિંમત કે આશા પૂરાં પાડવાનું કામ સજ્જન અને સન્મિત્રો કરતા હોય છે. બધા બધી પ્રકારની મદદ નથી કરી શકતા પણ સન્મિત્રો બીજાનાં દુઃખને નાનું નથી માનતા અને એનો સામનો કરવાનું બળ જેના ઉપર મુસીબત આવી પડી હોય એને પૂરું પાડવાનું કામ કરે છે.

મુસીબત આવી પડે ત્યારે જ ‘તાળી મિત્રો’ ‘સાચા મિત્રો’- સ્વજન અને સજ્જનની ખબર પડે છે. સાચો મિત્ર આવી પરિસ્થિતિમાં તમારા દુઃખને ક્યારેય હસી કાઢશે નહીં કે તમને ઉતારી પાડશે નહીં. સાચો કે સન્મિત્ર બીજાના દુઃખમાં મદદરૂપ થઈ શકે તો થાય છે, નહીં તો ચૂપ રહે છે, પરંતુ મિત્રના દુઃખને સામાન્ય તો ક્યારેય ગણતો નથી.

સાચો મિત્ર કે સજ્જન માણસ દુઃખમાં આવી પડેલી વ્યક્તિને એની ભૂલો બતાવીને શિખામણો આપીને એના ઘા ઉપર મીઠું છાંટવાનું કામ ક્યારેય કરતો નથી. મુસીબતમાં આવી પડેલા માણસને પોતે શું ભૂલ કરેલી છે, અથવા તો પોતે દુઃખમાં શા માટે આવી પડેલ છે તેની ખબર હોય જ છે.

કાઠિયાવાડમાં, ખેડૂતોમાં કહેવત છે કે, ‘કારતક મહિને કણબી ડાહ્યો’ એટલે કે કણબીને ખેતીમાં કરેલી ભૂલોની ખબર કારતક મહિનામાં પડતી હોય છે. ચોમાસું જ્યારે પૂરું થાય અને ઊપજ ખળામાં આવે ત્યારે તેને લાગે છે કે આ વર્ષે જુવારના બદલે બાજરો વાવ્યો હોત તો…અથવા તો કપાસના બદલે મગફળી વાવી હોત તો…ન્યાલ થઈ જાત. જે મુસીબતમાં ફસાઈ જનાર લગભગ દરેક જણને આપોઆપ જ સ્ફુરતું હોય છે. તેને તે કહી બતાવવાની જરૂર હોતી નથી. સજ્જન માણસ મુશ્કેલીમાં મુકાયેલ માણસને શિખામણો આપીને તેના માટે નવું દુઃખ ઊભું કરતા નથી. જો એ કોઈ રીતે મદદરૂપ થઈ શકતા નથી તો શિખામણને બદલે સાંત્વના આપીને સંતોષ માનતા હોય છે.

સાચા મિત્રો કે સ્વજન, દુઃખી વ્યક્તિ પાસે જઈને નિરાશાજનક કે નકારાત્મક વાતો કરતા નથી. કોરોનાના દર્દીની ખબર કાઢવા જનાર વિશ્વમાં, આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં કેટલાં મૃત્યુ થયાં છે એના વિગતવાર આંકડા આપતા નથી કે આની કોઈ ટ્રીટમેન્ટ જ નથી એવું કહેતા નથી. કેટલાક માણસોને ગમે તેવા સુખમાંથી પણ દુઃખ શોધી કાઢવાની આદત હોય છે. સજ્જન માણસ નિરાશાનો ચેપ લગાવવાથી બચતા રહે છે.

દુઃખમાં આવી પડેલા માણસને સાચા મિત્રો શિખામણ આપવાના બદલે નક્કર મદદ કરતા હોય છે. શિખામણ, શિખામણ આપનારની વિદ્વત્તા અને જ્ઞાન પ્રગટ કરે છે, પણ મુસીબતમાં આવેલી વ્યક્તિ માટે એ ફોગટ હોય છે. કોઈ મિત્ર, સગાં કે સ્નેહી ઉપર આર્થિક તકલીફ આવી પડે ત્યારે સાચાં સ્વજનો, મિત્રો પોતાની શક્તિ હોય એટલી રકમ ચૂપચાપ એને પહોંચાડી દેતાં હોય છે.

પોતાની પાસે આર્થિક સગવડ હોય તો નવલકથા (કે નાટક) લખી શકે એમ છે, એવી વાત કરનાર મિત્રને બર્નાડ શોએ કશું જ બોલ્યા વિના બીજા દિવસે એટલી રકમનો ચેક મોકલી દીધો હતો. સજ્જનો એવી રીતે મદદ કરે છે.

કોઈનું પણ મૃત્યુ એ ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ છે. છતાં, પાછળના માણસોને એ સહન કરીને જીવવાનું હોય છે. એવા સમયે એનાં સ્વજનોને સાંત્વના આપવી અને ખાસ તો પાછળ રહેનાર વ્યક્તિઓને એમનું જીવન ગોઠવવામાં મદદ કરવી એ મોટું કામ છે.

એક મિત્રને યુવાન પુત્ર હતો અને એ મિત્રને પોતાના પુત્રને કઈ રીતે નોકરી-ધંધે ચડાવવો એની ચિંતા હતી. અને, અચાનક જ એ મિત્રનું મૃત્યુ થયું. એ તો ગયા, પણ નોકરી વિનાના બેકાર પુત્રને અને કુટુંબને પાછળ છોડતા ગયા. મિત્રોએ ઝુંબેશ ઉપાડીને પિતાની જગ્યાએ જ પુત્રને નોકરી અપાવીને એક ભગીરથ કામ પાર પાડયું. આ એક નક્કર કામ હતું.

આ જગતમાંથી જ્યારે કોઈ જાય છે ત્યારે એની ખોટ પુરાતી નથી પણ પાછળ રહેનારને જીવવામાં ઉપયોગી થઈને મદદરૂપ થઈ શકીએ છીએ. એ જ રીતે બીજાની બીમારી આપણે લઈ શકતા નથી. પણ સ્વજન કે સન્મિત્ર તરીકેની આપણી હાજરીથી, આપણી વાતોથી તેને પ્રફુલ્લ રાખી શકીએ છીએ.

સાચા મિત્રો કે સ્વજન, સહેજ પણ ઉપકાર ચડાવ્યા વિના કે દયા ખાધા વિના મુશ્કેલીમાં આવી પડનારની મદદ કરે છે. સામાન્ય માણસો મદદ કરતી વખતે ગાઈવગાડીને મદદ કરે છે. મદદ લેનાર દુઃખમાં હોવાથી નીચું માથું કરીને બધું સ્વીકારી લે છે પણ એના કાળજામાં તો એના ઘા રહી જ જાય છે.

દયા અને ઉપકાર ચઢાવ્યા કરવાં એ સારું ભોજન કરાવ્યા પછી તમાચા જેવી ક્રિયા છે. આવા માણસો અજાણપણે એને દુઃખી કરતા હોય છે. મદદને લીધે મૂળ દુઃખમાંથી તો એ છૂટે છે પણ લીધેલા ઉપકારનું દુઃખ એને વેંઢારવાનું છે એવું જ્ઞાન જ્યારે એને થાય છે ત્યારે એ વધારે દુઃખી થઈ જાય છે.

સજ્જન, સ્વજન અને સન્મિત્ર એ છે કે જે મુસીબતમાં આવેલા મિત્રનું દુઃખ નાનું ન માને, શિખામણ કે નિરાશાજનક વાતો કર્યા વિના, નક્કર મદદ કરે. અને, એ પણ દયા કે ઉપકાર ચડાવ્યા વિના અલિપ્તભાવે એમની શક્તિ હોય એટલી મદદ કરે. મુશ્કેલીમાં આવી પડનાર અને એમાં મદદરૂપ થનાર બંને માટે એ ગૌરવરૂપ બને છે.

વર્તમાન સમય અને બિરબલપણું

“હાજરજવાબીપણું એટલે સ્વયં પર નિયંત્રણ, શાંત ચિત્તે વિચારીને પગલાં લઇ શકાય એવી ક્ષમતા”

આજકાલ ઇન્ટરવ્યૂમાં પુછાતા અમુક પૈકી આ બે સવાલ પર વિચાર કરો : તમારી પાસે ફક્ત એક જ દીવાસળી છે. એક રૂમમાં ઘી અને વાટવાળું એક કોડિયું, કેરોસીનથી ચાલતું એક ફાનસ અને એક ઓઈલ હીટર છે. તો એમાંથી સૌપ્રથમ કોને પેટાવશો?

આજના આ ઇન્ટરવ્યૂ પછી સમજો કે તમને આ જોબ માટે પસંદ કરવામાં આવે નહીં, તો હવે તમે શું કરશો?
આવા સવાલ પૂછવા પાછળનું કારણ હોય છે ઉમેદવારની હાજરજવાબીપણા (Presence of mind)ની ક્ષમતા તપાસવાનું. ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિમાં આપણી વિચારવાની શક્તિ લકવો મારી જાય છે. જોકે ગળાકાપ હરીફાઈના સમયમાં કોઇ પણ વર્કપ્લેસમાં કટોકટીની પળો તો આવવાની જ, ત્યારે સ્ટ્રેસફુલ કે વ્યગ્ર થઇને કોઈ ખોટો નિર્ણય લેવાય તો મોટું નુકસાન થઇ શકે છે. આથી જ ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારને ઉપર દર્શાવી એવી સિચ્યુએશનવાળા સવાલ પૂછવામાં આવે છે.

ઉપરના પ્રથમ સવાલના જવાબમાં ‘પહેલા દીવાસળી પેટાવીશ’ એવું વિચાર્યું હોય તો એ બરાબર છે. બીજા સવાલમાં આવો સવાલ પૂછીને ઇન્ટરવ્યૂઅર નિષ્ફળતા સામે ઉમેદવારનો કેવો અભિગમ છે એ ચકાસવા માગતા હોય છે. આ સવાલનો જવાબ કંઇક આવો હોઈ શકે : ‘હું એક એવી વ્યક્તિ છું જે નિષ્ફળતામાંથી કંઈને કંઈ શીખવામાં વિશ્વાસ રાખું છું. આજે આપ જોબ માટે મારી પસંદગી ન કરો, તો આપ મને એ જણાવવાની કૃપા કરશો કે મારામાં એવી કઈ ક્ષતિઓ છે જે મારે હજુ સુધારવાની જરૂર છે?’ આ રીતે ઉમેદવાર પોતાની નિષ્ફળતાથી ચલિત થયા વગર કંઇક રસ્તો શોધવાનો અભિગમ ધરાવે છે એવો સંદેશ ઇન્ટરવ્યૂઅરને પહોંચે છે.

હાજરજવાબીપણું એટલે પોતાની જાત પર નિયંત્રણ, કોઈ તણાવયુક્ત-અરાજકતાભરી સ્થિતિમાં પણ વ્યક્તિ શાંત ચિત્તે વિચારીને યોગ્ય પગલાં લઇ શકે છે એવી ક્ષમતા. વિપરીત સ્થિતિને પહોંચી વળવા ટેક્નિકલ, વિષય સંબંધિત જ્ઞાન હોવું તો અનિવાર્ય છે જ. એમાં સાથે હાજરજવાબીપણું પણ મહત્વપૂર્ણ રીતે વ્યક્તિને ઘણીબધી મદદ કરે છે.

અસરકારક પ્રેઝન્સ ઓફ માઈન્ડ કપરી સ્થિતિને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે. અમુક લોકોમાં હાજરજવાબીપણું સ્વાભાવિક રીતે જ બહોળા પ્રમાણમાં હોય છે. જ્યારે કોઈનામાં ઓછું કે નહીવત હોય છે. જોકે અમુક બાબતોને અમલમાં મૂકીને આ ગુણ-લક્ષણને ખીલવી શકાય છે. જેમ કે, કોઇ પણ વાતને પૂરું ધ્યાન દઈને સાંભળવી એ એક અગત્યનું પગલું છે, આ ગુણ ખીલવવા તરફનું. વર્કપ્લેસ કે અંગત જિંદગીમાં પરિસ્થિતિને પહોંચી વળવા આવી એકાગ્રતા જરૂરી છે.

ઉપરાંત, પોતાની જાતને સમર્પિત રહીને અતિ ભાવનાશીલ થયા વગર એક કરતાં વધારે ટાસ્ક એકસાથે કેમ હાથ ધરવા એ શીખવું જોઈએ. એ સિવાય પરિસ્થિતિનું સૂક્ષ્મ અવલોકન કરવું, સ્થિતિનો તાગ મેળવવા હરતાંફરતાં રહેવું, પરિપૂર્ણતાનો આગ્રહ ન રાખવો, જુસ્સોે જાળવી રાખવો, ટાસ્કની પ્રાયોરિટી નક્કી કરીને સ્વસ્થતાથી આગળ વધવું જેવી આદતો કેળવવાના પ્રયાસો પ્રેઝન્સ ઓફ માઈન્ડ ખીલવવા હાથ ધરી શકાય.

હાજરજવાબીપણું ખીલવવું કેમ આવશ્યક છે એ સમજો દલાઈ લામાના આ શબ્દોથી : ‘ધીરજ ધરવાની પ્રેક્ટિસ આપણને પ્રેઝન્સ ઓફ માઈન્ડ ગુમાવી દેવા સામે રક્ષણ આપે છે. પરિસ્થિતિ વાસ્તવમાં વિકટ હોય ત્યારે પણ એ આપણને વ્યાકુળ થતાં રોકે છે. એ આપણા ચિત્તને શાંત રાખે છે, એનાથી સેલ્ફ-કંટ્રોલ થતાં આપણે પરિસ્થિતિને વ્યગ્રતાથી આડેધડ નહીં, યોગ્ય અને સમતોલ રીતે પ્રતિસાદ આપી શકીએ છીએ.’

યોગ ભગાવે રોગ

લાઈફ સ્ટાઈલ અથવા જીવનશૈલી એક એવી વસ્તુ છે જે તન મન બંનેને પ્રભાવિત કરે છે. જેવી વ્યક્તિની લાઈફ સ્ટાઈલ હોય છે તેવા જ તેમના તન મન થઈ જાય છે. જો તમે સ્વસ્થ જીવન જીવવા ઈચ્છતા હો તો પોતાની લાઈફ સ્ટાઈલ બદલવાની જરૂર છે.

ટહેલવાની સાથે ઊંડો શ્વાસ લોઃ

જ્યારે તમે ટેહલી (ફરી) રહ્યા હો ત્યારે ઊંડો શ્વાસ લેવાથી તમે ન કેવળ ફેફસાનાં રોગોથી બચશો બલ્કે સદાબહાર યૌવનવાળા બની રહેશો.

હૃદય અને મગજના રોગોથી બચાવઃ

દક્ષિણ તરફ પગ કરી સૂવાથી દિલ અને મગજના રોગ થાય છે. દક્ષિણ તરફ પગ કરી સૂવું નહીં કારણ કે ઉત્તરથી દક્ષિણના ધ્રુવોને કારણે વીજળીની તરંગો ચાલુ હોય છે. ઉત્તર ધ્રુવમાં ધનાત્મક વીજળી હોય છે. જો વીજળી એક જ પ્રકારે બંને તરફથી સામસામે લાવવામાં આવે તો એકબીજા સાથે મળતી નથી બલ્કે ખસી જવા ઈચ્છે છે. જો તમારું માથું દક્ષિણ તરફ હોય તો માથાની ધનાત્મક અને ધ્રુવની ઋણાત્મક વીજળી એકબીજાની સામે થઈ જવાથી એક ગતિ ચાલુ થઈ જાય છે કારણ કે બંને મળવા ઈચ્છે છે. એનાથી ઘણાં લાભ થાય છે – હૃદય તથા મગજની બીમારીઓથી બચાવ થાય છે ઊંઘ સારી અને તાજગીભરી આવે છે. સ્વપ્ન ઓછા આવે છે.

જો દક્ષિણ તરફ સૂવું શક્ય ન હોય તો પૂર્વ દિશા તરફ માથું મૂકી સૂઈ શકો છો. કારણ કે સૂર્યની પ્રાણ શક્તિ શરીર પર સારો પ્રભાવ નાંખે છે. માથાનું દરદ અને આંખના રોગ થતાં નથી. શાંત અને સુખભરી ઊંઘ આવે છે.

પેટના રોગોથી બચાવઃ

ખાવાનું ખૂબ ચાવી ચાવી અને ભૂખથી ઓછું ચોક્કસ સમયે ખાવાથી અપચો, આફરો વગેરે પેટનાં રોગ થતાં નથી. ઉપરાંત પાચન ક્રિયા સારી રહે છે. જમ્યા પછી સીધા (પીઠને આધારે) સૂઈ આંઠ શ્વાસ લો, પછી જમણા પડખે સૂઈ સોળ શ્વાસ લો અને આખરે છેલ્લે ડાબા પડખે સૂઈ બત્રીસ શ્વાસ લો. આનાથી ભોજન તરત જ પચી જાય છે. અટકેલી હવા ઓડકાર દ્વારા મોઢેથી તે જ સમયે નિકળી જાય છે.

દાંત, અન્નનળી અને આંતરડાં સ્વસ્થ રાખવા માટેઃ

બહુ ગરમ, બહુ ઠંડા અને બહુ ચટપટા મસાલાવાળા પદાર્થો ખાવાથી બચો. મોઢાના ઉષ્ણતામાનથી વધુ ગરમ ખાવું પીવું જેમકે ચા-કોફી અને વધુ ઠંડું જેમ કે બરફ ફુલ્ફી વગેરેથી દાંત બગડી જાય છે. ગરમ ખાવાનું ખાધા પછી એકદમ ઠંડા પાણીથી કોગળા કરવા નહીં. આનાથી ગળું ખરાબ થવાની શક્યતા રહે છે. જમ્યા પછી મોઢાને સ્વચ્છ જરૂર કરવો. આમ કરવાથી દાંત વધુ સમય સુધી સ્થાયી અને નિરોગી રહે છે.

ખરી પદ્ધતિથી સૂઓઃ

પડખું લઈ અને માથા નીચે ખરું ઓશીકું રાખી સૂવાની ટેવ રાખો.

ચત્તા સૂવાથી છાતી પર હવાનું દબાણ પડે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થાય, ગભરામણ અને બેચેની થાય છે. ઊંઘ સારી આવતી નથી અને શરીરમાં દરદ રહે છે. પાસું ફેરવી સૂવાથી આવું કશું થતું નથી. ઓશીકું ન લેવાથી વ્યક્તિ હાથને ઓશિકું બનાવી સૂએ છે. જેથી હાથની નસ દબાય છે. હાથમાં બહેરાશ, ગરદનમાં સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ અને શરીરમાં દરદ વધે છે. પડખું લઈ ઓશીકું રાખી સૂવાથી નસ-નાડીઓમાં વિકાર પેદા થતો નથી. ગળું, હાથ, કોણી કમર અને ઘૂંટણો વગેરે જગ્યાએ દરદ થતું નથી.

ખરી પદ્ધતિએ નહાવું:

તાજા પાણીથી નહાવું. આનાથી શરદી વગેરે થતી નથી. નહાતી વખતે સૌ પ્રથમ પાણી માથેથી ન નાંખતા શરીરના જમણા ખભા પર નાંખો. નહાવાની આ જ ખરી પદ્ધતિ છે. પહેલા શરીરની જમણી બાજુએ ખભા પર ત્રણ-ચાર મગ તાજા પાણીના નાંખવાથી રક્તસંચાર ઠીક રહે છે અને ઠંડીથી થતાં રોગોથી બચાવ થાય છે. જો પાણી તાજુ ઠંડું હોય તો તેમાં થોડું ગરમ પાણી નાંખી હૂંફાળું બનાવી શકો છો.

ચાલવાનો ખરો અંદાજઃ

હંમેશા સ્વાભાવિક અને વિશ્વાસપૂર્વક ગતિથી ચાલો.

કેટવોક જેવી ચાલને સૌથી સારી ચાલ માનવામાં આવે છે. તમારી ચાલ ખરાબ હોય તો ઘરમાં અરીસાની સામે ખરી રીતે ચાલવાનો અભ્યાસ કરો.

ખરી ગતિથી ચાલવા માટે હંમેશા ખરા માપના ચંપલ, જૂતા કે સેન્ડલ પહેરો.

ડ્રેસનું ફિટિંગ બરાબર ન હોય તો પણ ચાલ બગડી જાય છે. હંમેશા ખરા ફિટિંગવાળા ડ્રેસ પહેરો.

મનને ખુશ રાખી ચાલો. જો તમારી ચાલ બરાબર હોય પણ તણાવ હશે તો ચાલ બગડી જશે.

પોતાની ચાલને ધીરે ધીરે સંતુલિત રાખતાં ચાલવું સારું રહે છે.

મનમાં ડર અને ગભરામણ થાય તો પણ ચાલ બગડી જાય છે આને દૂર કરી આત્મવિશ્વાસભરી ચાલે ચાલો.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૪ મી જન્મજયંતિ છે. ૨૮/૦૮/૧૮૯૭

આજથી ૧૨૩ વર્ષ પહેલા ચોટીલા ખાતે એક એવી વ્યક્તિનો જન્મ થયો જેણે પોતાની કલમથી દેશની આઝાદીમાં અનેરું યોગદાન આપ્યું. તેમની કલમના શબ્દે શબ્દમાં એટલો બધો શૌર્યરસ છલકાતો હતો કે એવું કહેવાતું કે તેમનું લખાણ વાંચી મુડદા પણ બેઠા થઇ જાય. તેજાબી લખાણથી યુવાનોને માતૃભૂમિ માટે લડવાનો પાનો ચઢાવવાનું દેશભક્તિનું કામ કરનાર ભારતમાતાના વીર સપુત ઝવેરચંદે મેઘાણી ની આજે ૧૨૪ મી જન્મજયંતિ છે. (જન્મ દિવસ ૨૮/૦૮/૧૮૯૭)

૧૯ વર્ષની ઉંમરે BA વિથ સંસ્કૃત પૂરું કરી કલકત્તા ખાતે એલ્યુમિનિયમ કંપનીમાં સર્વિસ કરવા પ્રયાણ કર્યું. ૧૯૨૨ માં સૌરાષ્ટ્ર આવી ગયા. ત્યારબાદ ‘સૌરાષ્ટ્ર’, ‘જન્મભૂમિ’ અને ‘ફૂલછાબ’ છાપાઓમાં સંપાદન કર્યું અને તેજાબી લેખો લખ્યા. ૨૪ વર્ષમાં ૧૦૦ જેટલી અમર કૃતિઓનું સર્જન કર્યું. (દર ત્રણ માસમાં એક બુક લખાય એમ સતત ૨૪ વર્ષ લખતા રહેવાય ત્યારે  ૧૦૦ પુસ્તકો લખી શકાય)

તેમના સાહિત્યમાં મુખ્યત્વે કુરબાની કથાઓ, સંગ્રામગીતો, દેશભક્તિની વાર્તાઓ, નવલિકાઓ અને સમાજસુધારણાની વાતો જોવા મળતી. સૌરાષ્ટ્રના ગામેગામ ખુંદી સૌરાષ્ટ્રની તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાતનું નિરૂપણ કરતી ‘સૌરાષ્ટ્રની રસધાર’ પાંચ ભાગમાં તેમની અમર કૃતિ કહી શકાય. રોજ સાંજે કોઈ ગામમાં ડાયરો ભરાય. ઝવેરભાઈ તે ગામની વ્યક્તિઓ પાસે ગામનો ઇતિહાસ, વાતો, લોકગીતો સાંભળે અને પોતાની કલમે લખતા જાય. ગામનો વર્ષો જુનો ઇતિહાસ, ગામની ભાગોળે રહેલા પાળિયાનો ઇતિહાસ પણ જાણે તે સમયે જીવંત થઇ જતો. ઝવેરભાઈ  તેમનું લેખન કાર્ય કરે.

તેમના ડ્રેસ અને પાઘડીને લીધે તેઓ કોલેજમાં ‘રાજા જનક’ અને ત્યારબાદ ‘પાઘડી બાબુ’ નામે ઓળખાતા.૧૯૨૮ માં તેઓ તુલસીશ્યામ પાસે કવિ દુલા કાગ સાથે ગીરના નેસમાં હતા. તે વખતે સાવજે એક વાછરડીને મારી. તે વખતે વાછરડીની માલિક ૧૪ વર્ષની ચારણકન્યા હીરબાઈએ હિમતથી સામનો કરી સિંહ સામે લાકડી વિંઝી અને પોતાની પ્રિય વાછડીનું મારણ કરવા ના દીધું.

ગર્જના કરતા સિંહ સામે ૧૪ વર્ષની છોકરીએ જે હિંમત બતાવી તે ઝવેરચંદે નજરોનજર જોયું, તેમનું પણ રોમેરોમ ઉત્તેજિત થઇ ગયું આંખો લાલઘુમ થઇ ગઈ, શરીર ધ્રુજવા લાગ્યું  અને તેમના મોઢેથી ‘ચારણ કન્યા’ કાવ્ય રચાયું તે ઘણા પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યું. સ્ત્રીમાં રહેલી હિંમત અને નીડરતાનું નિરૂપણ કરતું અદભુત કાવ્ય હતું. મેઘાણી ભાગતા સિંહને કહે છે, “નર થઇ તું નારીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો.”

૧૯૩૦ માં તેમની રાષ્ટ્રીયભાવના જગાવતી રચના ‘સિધુડો’ને લીધે બે વર્ષ માટે અંગ્રેજોએ જેલ કરી. ધંધુકા ખાતે જેલમાં ૧૯૩૧ માં તેમને સમાચાર મળ્યા કે પુ.મહાત્મા ગાંધીજી ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ જઈ રહ્યા છે. ગાંધીજીએ તેમણે લખેલ રચના ‘ઝેરનો કટોરો’ વાંચી ત્યારે બોલી ઉઠયા, મારા મનનું સંપૂર્ણ ચિત્રણ મને મળ્યા વિના આ કાવ્યમાં છે. ધંધુકા જેલમાં ઝવેરભાઈએ ‘ઝેરનો કટોરો’ લલકાર્યું ત્યારે અંગ્રેજ જેલર અને ભારતીય સિપાઈઓની આંખમાં પણ પાણી આવી ગયા. “છેલ્લો કટોરો ઝેરનો, આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ.” મુંબઈ ખાતે બાપુને વળાવવા આવેલ માનવ મેદનીને ઝવેરભાઈએ લખેલ કવિતાના ચોપાનિયા વહેંચવામાં આવ્યા.

સૌરાષ્ટ્રની સતી, શુરા, સંત, બહારવટીયાઓની વાતો લખી સમાજસુધારણાના કામો કરનાર મેઘાણી સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું ઉપનામ આપ્યું હતું. એક વખત બહારવટીયાઓની પાછળ પડી તેમને ગામની ભાગોળેથી ભગાડ્યા પણ હતા. લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તેમજ મહીડા પારિતોષિક મળ્યું હતું. તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના વડા તરીકે પણ જવાબદારી નિભાવી હતી.    

તેમના દીકરા શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ તેમના લેખનકાર્યને શ્રેષ્ઠ રીતે દુનિયા સમક્ષ મુક્યું. ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, માત્ર ૫૦ વર્ષની ઉંમરે આઝાદી મળી તે પહેલા વિદાય લીધી. જેમના લેખોએ આઝાદીની લડતમાં અનેરું યોગદાન આપ્યું તેઓ આઝાદી જુવે તે પહેલા જ ઈશ્વરે તેમને પોતાની પાસે બોલાવી લીધા. 

૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ ભારતીય ટપાલ વિભાગે તેમના માનમાં ટિકિટ પણ બહાર પાડી. કોઈ એક જ વ્યક્તિ તેના ૫૦ વર્ષના આયુષ્યમાં આટલી બધી માતૃભાષા અને જન્મભૂમિની સેવા કરી શકે તે માટે યુગપુરુષ શબ્દ નાનો પડે.
             
‘જનનીના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.’

– શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી.

ઉદાસ સ્વજનને સ્નેહની જરૂર હોય છે, શિખામણની નહીં!

જિંદગીમાં ક્યારેક તો હતાશા આવવાની જ છે.
આપણે શું ઝડપથી હારી જવા લાગ્યા છીએ?

આપણી વ્યક્તિના વર્તનમાં આવેલા ફેરફારને આપણે કેટલો સમજી શકીએ છીએ?

ધીરે ધીરે હતાશામાં ડૂબતા વ્યક્તિનો હાથ ઝાલીને બહાર લાવવાની આપણી કેટલી તૈયારી હોય છે?

જિંદગીના દરેક સપના પૂરા થતાં નથી. કેટલાંક સપનાઓ અધૂરા છૂટે છે. સપનું તૂટે ત્યારે થોડાક એવા વિસ્ફોટ થાય છે જે આપણને હચમચાવી નાખે છે. દરેક માણસની જિંદગીમાં એક એવો સમય આવતો હોય છે જ્યારે થોડાક સવાલો સર્જાય છે. આ સવાલના કોઇ જવાબ નથી હોતા. એ સવાલોનો સામનો જ કરવો પડે છે. મનને મનાવવાની એક થિયરી સેલ્ફ કાઉન્સેલિંગની છે. જિંદગી છે, બધું થોડું આપણું ધાર્યું થવાનું છે? આપણી જાત પાસેથી જ આપણે ઘણી વખત વધુ પડતી અપેક્ષાઓ રાખીએ છીએ. અપેક્ષા રાખવામાં કંઇ ખોટું નથી, અપેક્ષા પૂરી ન થાય તો ભાંગી ન પડવાની તાકાત આપણામાં હોવી જોઇએ.

ફિલ્મ કલાકાર સુશાંતસિંહ રાજપૂતના આપઘાતને આજે એક અઠવાડિયુ થયું. આપઘાતના કારણો વિશે પણ બહુ વાતો થઇ. સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા બધા લોકોએ જાતજાતની વાતો કરી. સુશાંતસિંહ ડિપ્રેશનમાં હતો. ડિપ્રેશનનું કારણ ગમે તે હોય એનું મારણ આત્મહત્યા નથી. આપઘાતના કિસ્સામાં એક સવાલ થાય છે કે, આખરે આપઘાત માટે જવાબદાર કોણ? વ્યક્તિ પોતે? આપઘાત કરનારને સમજી ન શકનારા સ્વજનો? નિષ્ફળતા? સવાલ તો એવો પણ થાય કે, કોઇ એક વાતને જવાબદાર ગણવી કે કેમ? ઘણા બધા કારણો ભેગા થઇ જાય પછી પણ બધું નિરર્થક લાગવા માંડતું હશે? બધું સમજી શકાતું હોત તો કોઇ કોઇને આપઘાત કરવા જ ન દેત! સુશાંતસિંહ રાજપૂત વેલનોન એકટર હતો એટલે આટલી બધી ચર્ચાઓ થઇ. બાકી દરરોજ સેંકડો લોકો આપઘાત કરે છે. કોરોના અને લોકડાઉનના કારણે હતાશ થઇ 300થી વધુ લોકોએ જીવનનો અંત આણ્યો છે. દરરોજ 30 જેટલા વિદ્યાર્થીઓ મોતને વહાલું કરે છે.

આપણી આજુબાજુમાં નજર કરીએ તો ઘણા બધા ચહેરાઓ ઉપર ઉદાસી ઓઢેલી દેખાઇ આવે. મજબૂત મનનો માણસ પણ અચાનક ઓસરવા લાગે છે. બધા લોકો એવું કહે છે કે, કંઇ મૂંઝારો થાય છે તો બોલી દો? થોડાક મિત્રો એવા રાખો જેની પાસે હળવા થઇ શકાય. સાચી વાત. જોકે બધા એવું કરી શકતા નથી. એ ન બોલે તો આપણે તેને બોલાવી શકીએ છીએ કે શું વાત છે? આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ કહ્યા પછી પણ આપણે કેટલા હાજર હોઇએ છીએ? કોઇ વાત કરે પછી પણ આપણે શું કરીએ છીએ? મોટા ભાગે શિખામણો આપવા લાગીએ છીએ. આપણે એટલું નથી સમજતા કે, એને શિખામણની જરૂર નથી, સ્નેહની જરૂર છે. શબ્દોની નહીં, એક અહેસાસની જરૂર હોય છે કે, હું તારી સાથે છું.

એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્નીને ઝઘડો થયો પછી પત્ની પિયર આવી ગઇ. ક્યારેક સમાધાનની વાતો તો ક્યારેક ડિવોર્સની વાતો થવા લાગી. થયું એવું કે, એ યુવતી ડિપ્રેશનમાં સરી ગઇ. જે થયું એમાં ઘણો બધો વાંક એ યુવતીનો હતો. યુવતીના પિતાએ તેને જતનપૂર્વક સંભાળી. પિતાને ખબર હતી કે, વાંક દીકરીનો છે પણ એ સમય એનો વાંક દેખાડવાનો નહોતો. વાંક દેખાડત તો કદાચ દીકરીને એમ જ થાત કે, મારું તો કોઇ નથી. મારું કોઇ નથી એવી ફિલીંગ ન કરવાના વિચારો કરવા માણસને મજબૂર કરે છે. દીકરીને એટલું જ કહ્યું કે, કંઇ ચિંતા ન કર, અમે બધા તારી સાથે છીએ. આપણે ત્યાં એક તકલીફ તો એ છે કે, પોતાના લોકોને જ ખબર જ નથી હોતી કે, ઘરનું સભ્ય ડિપ્રેશનમાં છે. ઉલટું એવું કહેવાવાળા છે કે, આ શું ગૂમસૂમ પડ્યો રહે છે? ડિપ્રેશન બિપ્રેશન જેવું કંઇ હોતું નથી. ગાંડા જેવા વિચારો ન કર. મનોચિકિત્સક પાસે લઇ જવાની વાત તો દૂર રહી, પોતે પણ ન કહેવાનું કહી દેતા હોય છે. કોઇ વ્યક્તિ સાજોસારો થવાનો હોય તો પણ ઘેરી હતાશામાં સપડાઇ જાય. સાચો સંબંધ એ છે કે, પોતાની વ્યક્તિનો ટોન બદલે અને અણસાર આવી જાય કે બધું બરાબર નથી.

આપણે ત્યાં નિષ્ફળતાને ટેકલ કરવાનું શીખવવામાં જ નથી આવતું. ઘરમાં કે શાળા-કોલેજોમાં એવી જ વાત કરવામાં આવે છે કે, કંઇક બનીને બતાવો. સફળતા માટે મચી પડો. જરાકેય બેદરકાર રહ્યા તો પાછળ રહી જશો. યંગસ્ટર્સને આપણે એક એવી દોડમાં લગાવી દઇએ છીએ, જેનો કોઇ અંત જ નથી. એ હાંફી જાય છે, થાકી જાય છે, છતાં પણ આપણે એને કહેતા નથી કે, રિલેક્સ, થાય એટલું જ કર. કેટલા મા-બાપ કે સ્વજનો સંતાનોને નિષ્ફળતા કેવી રીતે ટેકલ કરવી એ શીખવે છે.? પોતે સો વાર નિષ્ફળ ગયા હોય તો પણ સંતાનોને તો એમ જ કહેશે કે, સફળતા જ સર્વસ્વ છે. આપણે થોડીક વ્યાખ્યાઓ બદલવાની જરૂર છે. બીજું બધું શીખવામાં આપણે જિંદગી જીવવાનું ભૂલવા લાગ્યા છીએ. અત્યારે કોરોનાના કાળમાં ઉદાસીનો એક વિચિત્ર માહોલ ખડો થયો છે. ઘણા લોકોએ જોબ ગુમાવી છે, ઘણાના પગાર કપાયા છે, ધંધા-રોજગારના કારણે ઘણા લોકો ટેન્શનમાં છે. તમારી નજીકના લોકો કઇ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે એનો તમને કેટલો અંદાજ છે? માણસ જ્યારે હતાશ હોય ત્યારે એ પોતાની રીતે સહેલાઇથી બહાર આવી શકતો નથી. વિચારોને એટલા મજબૂત રાખો કે, હતાશા એક હદથી વધુ હાવી થઇ જ ન જાય. મન મૂંઝાતું હોય તો દોસ્ત કે નજીકની વ્યક્તિ સમક્ષ દિલ ઠાલવીને હળવા થઇ જાવ. પોતાના લોકો નબળા ન પડે એની કેર કરો. કોઇ કંઇ કરી બેસે પછી અફસોસ કરવા સિવાય કંઇ કરી શકાતું નથી, એટલે જ જ્યારે જે કરવા જેવું લાગે એ કરતા રહો. સ્નેહ, સાંત્વના, સાંનિધ્ય અને સંવેદનામાં ગજબની તાકાત હોય છે, એ કોઇને નબળા પડવા દેતી નથી, કદાચ કોઇ નબળું પડ્યું હોય તો પણ એને પાછા બેઠા કરી દે છે!

પેશ-એ-ખિદમત

મેરી તરહ સે કોઇ ચીખતા હૈ રાહોં મેં,
મેરી તરહ કોઇ દુનિયા કો દેખતા હોગા,
થકા થકા સા ઉસી દર પે આ કે બૈઠા થા,
ન પૂછા હોગા કિસી ને તો ચલ દિયા હોગા.

-આબિદ અદીબ

સચ્ચાઈનો ટહુકાર…!

ખબર ન્હોતી મહોબ્બતની આ કિંમત આપવી પડશે,
કે એનાં સૌ સંબંધીઓને ઇજ્જત આપવી પડશે.
હું તારો ભક્ત છું, માઠું તને લાગે નહીં તેથી,
જગત દે માન એવી સારી હાલત આપવી પડશે.
કૃપાળુ ને દયાળુ નામથી હે ઓળખાનારા,
હશે મારી હવે જે જે જરૂરત આપવી પડશે.
અદાવત તો નથી કે એનું વળતર હો અદાવતથી,
મહોબતનો તકાદો છે મહોબત આપવી પડશે.
નિખાલસ પ્રેમ છે મારો છતાં એ વ્યક્ત કરવામાં,
જરા તારા તરફથી થોડી હિંમત આપવી પડશે.
પ્રભુનું નામ લઇ કર્તવ્યનાં પંથે પડી જઇએ,
‘તબીબ’, એને પછી મનગમતી કિસ્મત આપવી પડશે.
-મરીઝ

મરીઝનાં નામથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. ગઝલનું વજૂદ આ ગઝલકાર આગળ જાસૂદની જેમ ખીલ્યું છે. ખૂલ્યું છે. એમણે એમની લખેલી ઘણી બધી ગઝલો અન્ય શાયરો અને ગઝલના ભાવકોને વેચી છે. આવું એ સમયનાં ઘણાંખરા શાયરો કરતાં ! વળી, ખબર પડે કે બે રૂપિયામાં અમુક શાયરે ગઝલ લખીને વેચી છે તો પોતે પોતાનો ભાવ ઓછો કરીને ગઝલ વેચતાં ! આ બધું ગુજરાન માટે નહીં, વેરાન માટે સાંજ માટે. ગઝલમાં કવિતાને હાડોહાડ ગુજરાતીપણું પરંપરાની ગઝલોએ બક્ષ્યું છે. મરીઝે પોતાની ઘણીખરી ગઝલો ચંદ્રશેખર ઠક્કુર જે ‘તબીબ’ ઉપનામ રાખતા હતા એમને વેચી હતી. ‘તબીબ’ અને ‘મરીઝ’ સાથે બોલીએ તો ખ્યાલ આવશે કે ઉચ્ચાર-ભારમાં અને ગઝલ બંધારણમાં છંદ સરખો જ થાય છે. પહેલાં એવું મનાતું હતું કે મરીઝે પોતાની ફેંકી દેવા જેવી-કાઢી નાખવા જેવી ગઝલો ‘તબીબ’ને આપી છે. પણ, વાસ્તવ કંઇક જુદું જ છે. ‘મરીઝ પુનરાગમન’ નિમિત્તે અપૂર્વ આશરે ચંદ્રશેખર ઠક્કુરનાં ‘દર્દ’ સંગ્રહને જે ‘મરીઝ’નો જ છે એને મરીઝનાં નામે ‘તબીબ’નાં મક્તા (છેલ્લા શેર) સાથે સમાવી લીધો છે. ‘દર્દ’નું વિમોચન પણ નક્કી હતું. અરે ! ખુદ મરીઝ પણ રાજી હતા. એમની ગઝલો ચંદ્રશેખર ઠક્કુર તબીબનાં નામે કરીને! શૂન્ય પાલનપુરીએ મામલો સંભાળ્યો અને આ સંગ્રહ અટકાવાયો ! આ સંગ્રહની બધી જ ગઝલોમાં ચિરંજીવ હકારત્મકતા છે.

આ આખી ગઝલ, આ પ્રસંગ પછી જુદી રીતે ગમવા માંડશે. આપણે આપણી આગળ ઝૂકી જઇએ છીએ અને સંબંધીઓને મુહબ્બતના ઠેકેદાર સમજીએ છીએ. ખરો ખેલ ભક્તિનો નહીં, ભક્તોની બોલબાલાનો છે. શક્તિ પ્રદર્શનનો જમાનો છે. દયાળુનું વિષેશણ લગાવીને ફરનારાએ પોતે કૃપાળુ છે એ સાબિત કરવું પડે એવો સમય છે. પ્રેમને પ્રેમ જ જોઇએ એવા સમૂહમાં આપણે નફરતને નવાજી શકીએ નહીં. પ્રેમ નિખાલસ હોય છે પણ એની સરળતા વ્યક્ત કરવામાં બંને બાજુથી હિંમતની જરૂર પડે છે. એટલે જ કામના રસ્તા પર ઇશ્વરનું નામ લઇ પગ મૂકીશું તો કિસ્મતનું નામ ઇશ્વરે જ સાર્થક કરવું પડશે ! જીવનનાં હકારની આ કવિતામાં ખુમારીનાં મોરલાનું શ્વાસોની ચૂંદડી પર થયેલું બારીક ભરતકામ છે. જેમાં દોરાયેલા મોરલામાંથી સચ્ચાઇનો ટહુકાર સંભળાય છે.

ચીનની દિવાલ કૂદવા જેવો પડકાર

ચીનની પ્રોડક્ટ્સનો બહિષ્કાર : દેશપ્રેમ અને લાગણીના જુવાળની સામે ભારતની ગ્રાઉન્ડ રિયાલીટી પર પણ નજર નાંખવા જેવી છે

  • ધંધાની ચીની સ્ટાઈલ : હોટલના માલિક અને ચશ્માના ગ્લાસના સપ્લાયરનો અનુભવ
  • શું ચાઈનીઝ પ્રોડક્ટસ એટલે ગિફ્ટ આર્ટિકલ, મોબાઈલ અને ટીવી સેટ્સ જ ?

ચીન નકારાત્મક અભિગમ સાથે વિશ્વની પરમ મહાસત્તા બનવા જે હદે કાવાદાવા કરી રહ્યું છે તેનાથી સાવધ થઈને વિશ્વના ટોચના દેશો સંગઠિત થયા છે. આવા સંજોગોમાં ચીનનો વિકલ્પ બનવાની ભારતને સોનેરી તક છે. વેપાર, ઉત્પાદન અને ઉત્પાદન ક્ષેત્રે ‘ચલા ભારત ચીન બનને’ના ખ્વાબ વચ્ચે ભારત અને ચીનની ગ્રાઉન્ડ રીયાલીટી કેવી છે તે જોઈએ.

ભારતની હોટલના એક માલિકે ચીન કઈ રીતે ધંધો કરે છે તેનો પ્રસંગ શેર કર્યો છે. નવી હોટલના નિર્માણ દરમ્યાન મોટા જથ્થામાં ફલોરિંગ માટે ટાઈલ્સની જરૂર પડતી હોય છે. ભારતમાં તો ટાઈલ્સ મોંઘી પડતી જ હતી પણ વિદેશની હોટલોની તુલાનામાં આપણી હોટલ ઉભી રાખવી હોય તો તેવી ટાઈલ્સની રેન્જ પણ ભારતમાં મર્યાદિત હતી. સ્વાભાવિક છે કે અન્ય હરીફોની જેમ ચીન પર હોટલ માલિકની નજર પડી. ત્યાંના ટાઈલ્સ સપ્લાયરોનો અભ્યાસ કરીને ચીનની મુલાકાત લેવાનું નક્કી કર્યું. લાસ વેગાસ, પેરીસ, ન્યુ યોર્ક અને દુબઈ સહીત વિશ્વને જે જે દેશો ચકાચૌંધ કરી દે છે તેના ખરીદદારો ટાઈલ્સ બજારમાં જોવા મળ્યા. થ્રી ડીથી માંડી વર્ચ્યુલ વિશ્વ ખડી કરતી ટાઈલ્સની સામે આ ભારતીય હોટલિયર ફોર સ્ટાર હોટલ બનાવતો હતો તો પણ તેનું બજેટ અન્ય ખરીદદારોની તુલનામાં ઘણું સામાન્ય હતું. આમ છતાં ટાઈલ્સ કંપનીએ એક અલાયદો સેલ્સમેન આ હોટલના માલિક માટે ફાળવ્યો હતો. હોટલના માલિકને વિટ્રીફાઇડ ટાઈલ્સ પસંદ પડી ગઈ પણ ઈચ્છા નહોતી તો પણ ઉતરતી કક્ષાની સેરામિક ટાઈલ્સ પર પસંદગી ઢાળી.

સેલ્સમેન હોટલના માલિકનો સમાધાનકારી મૂળ પારખી ગયો. તેણે કહ્યું કે આપણે સાંજે ડીનરમાં જઈએ તે પછી તમારો ઓર્ડર અમે નોંધીશું. હોટલનો માલિક તો સાંજે ફાઈવ સ્ટાર હોટલમાં ડીનર લેતા પ્રભાવિત થઇ ગયો. સેલ્સમેને હોટલના ભારતીય માલિકને વાતચીત દરમ્યાન પૂછયું કે ‘તમને વિટ્રીફાઈટાઈલ્સ પસંદ છે તો પણ કેમ સેરામિક ખરીદો છો? તમે તમારી ગમતી ટાઈલ્સ જ પસંદ કરો તે તમારો હક્ક છે. અમે તમને મદદ કરીશું.’ હોટલના માલિકે મૂંઝવણ વ્યક્ત કરી કે ‘તમે મને અહીં ભાવતાલ કરી આપશો પણ મને તો તે ભારત પહોંચતા મારા બજેટ બહાર નીકળી જાય તેટલી મોંઘી પડશે કેમ કે ચીનથી ખરીદાતી વિટ્રીફાઈડ ટાઈલ્સ પર ભારતમાં એન્ટી ડમ્પિંગ ડયુટી લાગે છે.’ સેલ્સમેને નૂડલ્સને ચોપ સ્ટીકમાં લેતા સાવ સહજતાથી કહ્યું કે ‘તમે ચિંતા ન કરો.

વિટ્રીફાઈડ ટાઈલ્સ જ ખરીદો. તમે ભારતમાં એન્ટી ડમ્પિંગ ડયુટી પણ ભરજો અને અમે તેટલી રકમ તમને જુદી એન્ટ્રીથી આપી દઈશું.’ હોટલના માલિકે વળતો પ્રશ્ન કર્યો કે ‘પણ તમે આ હદે મને મદદ કરવા કેમ માંગો છો?’ ચીનના સેલ્સમેને ખંધા સ્મિત સાથે કહ્યું કે ‘તમારે પણ મારી વળતી મદદ આ માટે કરાવી પડશે. તમે ભારતમાં એન્ટી ડમ્પિંગ ડયુટી ભરીને ત્યાની કોર્ટમાં ભારત સરકારની આવી કરવેરા નીતિ સામે કેસ માંડો કે વિટ્રીફાઈડ ટાઈલ્સને એન્ટી ડમ્પિંગ ડયુટીની યાદીમાંથી બહાર લાવી દેવી જોઈએ કેમ કે બાંધકામમાં તે એકદમ પાયાની જરૂરિયાતની આઈટમ છે.’ હજુ આપણા આ દેશ માટે વફાદાર હોટલ માલિકને મનોમન ભેજાબાજ ડ્રેગન સેલ્સમેનને સલામ મારવી કે લાફો તેનું વિચારમંથન ચાલતું હતું ત્યાં જ સેલ્સમેને જાણે કંઈ ભૂલી ગયો હોય તેમ ઓફર ઉમેરી કે ‘..અને હા તમે ભારતમાં કોર્ટમાં કેસ લડવા મોંઘામાં મોંઘી ફી ચૂકવીને બાહોશ વકીલ રોકજો.

કેસમાં જીત થાય કે હાર તમામ કાનૂની ખર્ચ અમે ભોગવીશું.’ હોટલ માલિક મને આવી સોદો મંજુર નથી તેવા અણગમાના ભાવ સાથે ડીનર લઈને ઉભો થયો. સેલ્સમેને કહ્યું કે ‘પહેલી વખત ચીનમાં ખરીદી માટે આવતા હોઈ તમે દોષની લાગણી અનુભવતા લાગો છો પણ માત્ર ભારતની હોટલ ઇન્ડસ્ટ્રી નહીં ઘણા ઉદ્યોગપતિઓ આ જ રીતે ખરીદી કરે છે અને ટેક્ષ ભરીને અમારી પાસે વળતર મેળવી ભારત સરકાર સામે કોર્ટમાં સરકારની કરવેરા અને ડયુટીની નીતિ સામે કેસ કરે છે તે પણ અમારા પૈસાથી. તમને આ વેપારીઓ અને ઉદ્યોગપતિઓના નામની યાદી આપીશ તો તમે પણ ચોંકી જશો કે આ બધા આવું કરે છે? ચીન મુક્ત વેપારનું હિમાયતી છે.

અમેરિકા અને યુરોપમાં અમે આવી અને જુદીજુદી તરકીબો ખરીદદારોને સુચવીએ છીએ. તો આવો અમારી સાથે તમે પણ જોડાઈ જાવ.’ હોટલના માલિકનું મન માન્યું નહીં. કાલે સવાર સુધીમાં વિચારીને જણાવું તેમ કહી તેઓ છૂટા પડયા. હોટલના સંવેદનશીલ માલિકે ચીન જે રીતે વિશ્વ જોડે ધંધો કરે છે તે અને પ્રોડક્ટની જે રેન્જ તેઓ ધરાવે છે તે જોતા ભારે નિરાશા સાથે અનુભવ્યું કે ‘ચીનની ધંધાની રીતરસમ જરૂર નકારીએ પણ તેઓ જે રીતે વિશ્વનાં દેશોની તમામ ચીજવસ્તુઓ અને સેવાઓનું નિર્માતા અને સપ્લાયર માળખું અને તે પણ સાવ કિફાયતી ભાવે ધરાવે છે તેને ભારત પહોંચી શકશે ખરું?

બીજો એક કિસ્સો જોઈએ. ચશ્માના ગ્લાસના ભારતના એક મોટા સપ્લાયર આ ગ્લાસ ખરીદવા ચીનના શાંઘાઈમાં ગયા. એક આખો વિસ્તાર જ ચશ્માના ગ્લાસના ઉત્પાદન એકમો ધરાવતો હતો. સમગ્ર ભારતના ચશ્માના ગ્લાસની ૬૦ ટકા માંગ આ એરિયા પૂરી કરી શકે તેવો સક્ષમ હતો. ગ્લાસ અને ભાવની રેન્જ જોઇને દંગ થઇ જવાય. ચીનમાં એ ટુ ઝેડ અને પીન ટુ પિયાનોની ઉક્તિ પ્રમાણે તમામ વેપાર -ઉદ્યોગની આઈટમો વિશ્વને સપ્લાય થઇ શકે તે માત્રામાં બને. પ્રત્યેક પ્રોડક્ટના ઉત્પાદન એકમો ધરાવતા ગામ જ હોય. કામદારો પણ નજીકમાં જ રહે. અમેરિકામાં માની લો કે પ્રતિ કલાકના લેબર પેટે ૭-૮ ડોલર ન્યુનતમ આપવા પડે પણ ચીનના કોમ્યુનિસ્ટ શાસકો ભારે શોષણ કરીને લેબરના કલાકના બે -અઢી યુઆન (એક યુઆન બરાબર રૂપિયા ૧૦.૭૦) માંડ આપે છે. આ મજુરી દરે વિશ્વના કોઈ દેશ ઉત્પાદન અને કિમતમાં ચીન સામે ટકી ન શકે.

ભારતથી ચશ્માના ગ્લાસનો મોટો જથ્થો ખરીદવા ગયેલ વેપારીએ ચીનમાં તેને જે અને જેટલા ગ્લાસ ખરીદવાના હતા તે પસંદ કર્યા અને વેચનાર કંપનીએ જે ચૂકવવાપાત્ર રકમ કહી તે આપણા આ ખરીદનારને તેના બજેટ કરતા વધુ લાગી. તે નિરાશ થઇને ઉતરતી ગુણવત્તાના ગ્લાસ વેચતા અન્ય વેપારી પાસે જવાની તૈયારી કરતો હતો ત્યાં જ વેચનાર કંપનીના સેલ્સમેને કોમ્પ્યુટર પર ભારતના વેપારીને આંકડા બતાવતા કહ્યું કે ‘અમે તમને નિરાશ નહીં કરીએ. ચીનમાં કોઈ વેપારી તેના વિશ્વના ગ્રાહકને પાછો નથી જવા દેતો. જુઓ આ અમારી ગ્લાસની પડતર કિમત છે અને અમે તેમાં માત્ર અમારો એક ટકો નફાનો ઉમેરીને તમને આપવા તૈયાર છીએ..

હવે તો ખુશને.’ ભારતના ખરીદદારને આશ્ચર્ય થયું. તેને ચીનના સેલ્સમેન જોડે થોડી મિત્રતા પણ કેળવી લીધી હતી. તેણે ચીનના સેલ્સમેનને પૂછયું કે ‘તમને એક ટકા નફામાં કઈ રીતે આટલો મોટો સપ્લાય કરવો પરવડે?’ ચીનના સેલ્સમેને તેઓના ધંધા કરવાની થીયરીનો ફોડ પાડતા કહ્યું કે ‘અમને વર્ષના અંતે અમારી કુલ નિકાસ બીલની રકમ પર ૧૦ ટકા સબસીડી આપવામાં આવે છે તેમાં તમારું આ બીલ ઉમેરાશે તો ત્યાંથી થોડો માર્જીન કવર કરી લઈશું. આ ઉપરાંત અમે આ માલની કોસ્ટ અને તેના પરની એક ટકો રકમનો ધંધો અત્યારે કરી લઈશું તો હાથમાં આવનારી રકમ પણ અમને ધંધામાં ફેરવવા માટે મળશે. જે બેંકમાંથી લઈએ તો વ્યાજ અપાવું પડે.’

ભારતે ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર જ નથી કરવાનો પણ સરકારે ચીન જોડે ધંધો કરતા ભારતના તમામ વેપારીઓ, ઉદ્યોગોના માલિકોના મંતવ્યો લેવાની જરૂર છે કે શા માટે તેઓ ચીનને પસંદ કરે છે. આપણે એમ જ આંખ મીંચીને ચીનની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરીએ તો વેપારીને અને તે પછી ગ્રાહકને જે તે ચીજ વસ્તુ ૧૫થી ૨૦ ટકા મોંઘી પડશે. શું આપણે કાયમ માટે આ રીતે ચીન સિવાયની ૧૫ ટકા મોંઘી પડતી ખરીદી કરવા તૈયાર છીએ ખરા?

ચીન પાસે એક જ પ્રોડક્ટમાં કેટલીયે ડીઝાઈન અને મોડલ છે. યાદ રહે ચીનની પ્રોડક્ટ તકલાદી છે તેવું કહેવું તે અજ્ઞાાન છે. હા, ચીન સાવ ફેંકી દેવાના ભાવની આવી તકલાદી ચીજ વસ્તુઓ પણ વિશ્વ બજાર માટે ઉત્પાદન કરે છે અને તેઓની હાઈ રેન્જ પ્રોડક્ટ પણ છે જે ગુણવત્તામાં વિશ્વના ટોચના દેશોની તુલનામાં ઉભી રહીને બજાર મેળવે છે તે ભૂલવું ન જોઈએ. તેઓની હાઈ રેન્જની પ્રોડક્ટ પણ વિશ્વની ટોચની બ્રાન્ડની મોડલના ફીચર્સ જ ધરાવે છે છતાં ઓછી કિંમતની હોય છે. ચીનની આ જ તો તાકાત છે. અમેરિકા અને યુરોપના બજાર અને ગ્રાહકોની પસંદ તો ઉંચી રહેવાની તેઓને પણ ચીનની પ્રોડક્ટ વાપરતા પોતે અસભ્ય, ગરીબ દેશના નાગરિક હોય અને આવી પ્રોડક્ટ વાપરે છે તેવી લાગણી તો નથી જ થતી. ભારત તેના પોતાના દેશના ગ્રાહકોને પણ સાચવી શકે તેવી પ્રોડક્ટ ડીઝાઇન અને કિમતમાં નથી બનાવી શકતું તો વિશ્વની કંપનીઓને અને ગ્રાહકોને ક્યાંથી આકર્ષી શકે.

ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર એટલે આપણને એમ જ છે કે ગીફ્ટ આર્ટીકલ્સ, ફટાકડા, પતંગ, મોબાઈલ, ટીવી, લેપટોપ અને ઉપકરણો નહીં ખરીદવા. ખરેખર તો ચીન ભારત સહીત વિશ્વના દેશોને હાઇવે, રેલ, એરપોર્ટ મેનેજમેન્ટ, ફાર્મસી, ફ્રેઇટ કોરીડોર, મેટ્રો રેલ, બ્રીજ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પાવર જનરેશન અને સંદેશાવ્યવહાર, ટેલીકોમ પ્રોજેક્ટના અબજો રૂપિયાના કામ કરી આપે છે. તેનો રાતોરાત બહિષ્કાર વિચારીએ તો આપણે સાવ કંગાળ થઇ જઈએ. આપણી છેક ૨૦૨૩ સુધીની જીડીપી પર ફટકો પડે. હા, મોબાઈલ ફોન કે ઉપકરણોનો બહિષ્કાર કરીએ તો ૧૩૫ કરોડની વસ્તીનો દેશપ્રેમનો પડઘો ચીન સુધી ચોક્કસ પહોંચે જ પણ ફરી એ સવાલ આવીને ઉભો રહે કે શા માટે ભારતમાં મોબાઈલ અને સ્માર્ટ ફોનનું ૬૬ ટકાથી વધુ બજાર ચીનનું છે? ચીનની પ્રોડક્ટના બહિષ્કારની વાત આજની નથી વર્ષોથી વખતોવખત આવા નારા અને ઝુંબેશની હાકલ વાગી ચુકી છે.

આટલા વર્ષોમાં કેમ આપણી પ્રોડકટે પ્રવેશ કરીને ચીનનો માર્કેટ હિસ્સો ઓછો કરવામાં પણ સફળતા નથી મેળવી. અમેરિકાએ પરમાણુ બોમ્બ ઝીંક્યો તે પછી અમેરિકાને ખમીર બતાવી દેવા જાપાને બીજા વિશ્વ યુદ્ધ પછી એવી પ્રોડક્ટ વિશ્વને ભેટ આપી કે જાપાનનાં નાગરિકો તો સ્વદેશી પ્રોડકટ ખરીદવા માંડયા પણ અમેરિકાના નાગરિકો પણ ‘મેડ ઇન જાપાન’ પ્રોડકટ ખરીદીને ગૌરવ અનુભવતા હતા.ચીન શોધ -સંશોધનમાં પણ અમેરિકા અને યુરોપની બરાબરીએ છે. ભારતે ચીનને રિપ્લેસ કરવા શું થઇ શકે તેનું મંથન કે ગ્રાઉન્ડ વર્ક કર્યું જ નથી. માત્ર લાગણીથી કંઈ થતું નથી.

યાદ રહે અમેરિકા પણ ચીનને હંફાવી શકે તેમ નથી. ગુગલ, એમેઝોન, એપલ અને માઈક્રોસોફ્ટ કંપની પણ ટ્રમ્પને લેખિતમાં જણાવી ચૂકી છે કે તેઓ ચીન જોડે હાલ જોબવર્ક કે અન્ય જારી કાર્ય અટકાવી શકે તેમ નથી. તેમના તમામ પ્રોજેક્ટ ચીનને લીધે જ વાયેબલ છે. બેન્કિંગ, કૃષિ અને મીડીયમ સ્કેલ ઉદ્યોગો અને સ્ટાર્ટ અપમાં પણ ચીનના રોકાણ છે. ભારતની સ્ટાર્ટ અપને ચીનનું ફંડ બંધ થઇ જાય તો વિકલ્પમાં આથક સપોર્ટ સીસ્ટમ ગોઠવ્યા વગર બહિષ્કાર કરી દેવો તે આપણા પગ પર કુહાડી મારવા જેવું પુરવાર થાય તેમ છે. આત્મનિર્ભર એક ભાવનાગત અપીલ જ બની રહે તેવો પૂરો ભય છે કેમ કે ચીનનું મોડેલ તૈયાર કરવાની દિશામાં બ્લ્યુ પ્રિન્ટ તો હજુ બની જ નથી.

લડાખ સરહદે ભારત અને ચીન વચ્ચે લશ્કરી ઘર્ષણ ચાલી રહ્યુ છે અને આપણા ૨૦ સૈનિકો શહીદ થયા છે ત્યારે ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર કરતા ભારતના કેટલાક નાગરિકોએ તેમના ઘરની ગેલેરીમાંથી ચીનની બનાવટના ટીવી અને અન્ય ઉપકરણો ફેંકી દીધા તેવો વિડીયો વાયરલ બન્યો હતો. ચીન સુધી ભારતની આવી વિડીયો કિલીપીંગ્સ પહોંચી હતી ત્યારે તેને જોઇને ચીનાઓએ તેમના સોશિયલ મીડિયા પર એવી કોમેન્ટ લખી હતી કે ‘તમારી પાસે તો ‘મેડ ઇન ચાઈના’ પ્રોડક્ટ તો છે જેને તમે ફેંકી શકો છો. અમને પણ તમારા પર જેટલો જ રોષ છે કે તમારી કોઈ પ્રોડક્ટ અમારા હાથમાં આવે તો તેને પણ ફેંકીએ પણ તમારી પાસે તમારું કહી શકાય તેવું ક્યાં કંઈ છે.’ ભારતનું ઘોર અપમાન કરતી વધુ એક કોમેન્ટ એવી હતી કે અમને તમારા સૈન્યની દયા આવે છે. તેઓ જે ભારતીય બનાવટના શસ્ત્રોનો ઉપયોગ કરે છે તે ‘વિડોમેકર’ (સૈનિકની પત્નીને વિધવા બનાવે તેવા શસ્ત્રો) છે.

ભારતની કુલ આયાતના ૧૬ ટકા ચીનથી થાય છે અને ચીનની કુલ આયાતના બે ટકા ભારતના છે. ભારતે ચીન જોડે વ્યાપારિક સમતુલા મેળવવી હોય તો ફાળવો કેટલી મોટી ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે છલાંગ મારવી પડે તે વિચારો. ચીન જોડે ટ્રેડ ડેફીસીટના મામલે ભારતની સ્થિતિ નાજુક છે. ભારતે ૨૦૨૩ સુધીનો ચીન પરનો મદાર ઘટાડતો પ્લાન જાહેર કરવો જોઈએ. તે દરમ્યાન આપણું અર્થતંત્ર પણ પ્રગતિ કરે તે અનિવાર્ય છે. ચીનની જોડે પ્રોજેક્ટ રદ તો કરી દઈએ પણ તરત જ તે જ ભાવે વિશ્વનો કોઈ દેશ તૈયાર થાય ખરા? ભારતના લેબર ચીન જેટલું અને જેવું ચીપ કામ પાર પાડી શકે નહીં. આપણે રેડ ટેપીઝમ, અમલદારશાહી, નેતાઓના ભાગીદારી હિસ્સા અને લેબર લો, લેબર તાલીમ જેવા અનેક મોરચે કામ કરવાનું છે.

કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના પરિવારો જ તમામ ઉદ્યોગોના માલિકો છે. હ્યુમન રાઈટ્સ કે અવાજ ઉઠાવતા એક્ટીવિસ્ટો કેદ કે મોતની સજા પામે છે.જાણે એવું લાગે કે કોઈપણ લોકશાહી દેશ માટે ચીન જેવું બનવું શક્ય જ નથી. મીડિયા, સોશિયલ નેટવર્ક, સર્ચ એન્જીન, ભાષા, શોધ-સંશોધનમાં અમેરિકા અને યુરોપને પણ હંફાવે છે. નાગરિકોને સરમુખત્યારી ક્રૂર સજાનો ડર હોઈ ભલે થોપી બેઠેલી પણ ભારે શિસ્ત અને અનુશાશનચીનમાં જોવા મળે છે. જો કે અંદર ખાનેથી ચીનના નાગરિકો કોમ્યુનિસ્ટ પાર્ટીના ભારે શોષિત ગુલામ હોય તેમ ગળે સુધી આવી ગયા છે. ચીનમાં નાગરિકો દ્વારા જ શાસકો સામે બળવો થાય તેવી શક્યતા છે તેથી જ ચારે બાજુથી ઘેરાયેલા ચીનના સત્તાધીશોએ તેમની પ્રજાને ગુમરાહ કરીને દેશપ્રેમ જગાડવા ભારત સામે સરહદી ગરમાવો પેદા કર્યો છે. વિશ્વ આખું આપણી સામે થઇ ગયું છે તેમ હવા ઉભી કરીને પણ કોમ્યુનિસ્ટ નેતાઓ તેમના નાગરિકોને દેશદાઝ બહાર લાવવા અનુમોદન કરે છે. ભારત મક્કમ રહીને ચીનનો તમામ સ્તરે અવલંબનની રીતે એકડો કાઢી નાંખે તો ચીનમાં ગૂંગળાઈ ગયેલા નાગરિકો કરોડોની સંખ્યામાં રસ્તા પર આવી જઈને શોષણખોર, જુલ્મી શાસકોને સત્તા પરથી ઉથલાવવા ટાંપીને જ બેઠા છે. વિશ્વના દેશો પણ આ પળનું નિર્માણ કરવાની દિશામાં જ સોગઠા ગોઠવી રહ્યા છે. વેઇટ એન્ડ વોચ ..

બુદ્ધપુરુષો શું જન્મથી જ આશ્ચર્ય સર્જે છે?

-જેમનાં નામે એક મહાન ગ્રંથ છે તે ‘અષ્ટાવક્રગીતા’ના ઉપદેશક અષ્ટાવક્રજી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ જવાય તેવી રીતે જન્મ્યા છે.

બુદ્ધ-લાઓત્સુ- અશો જરથ્રુસ્ત્ર-અષ્ટાવક્રના જન્મ જ અનોખી રીતે થયા છે!?

પણે અવતારો વિશે તો ઘણું એવું જાણ્યું છે કે જે ચમત્કારિક લાગે! અનેક રામકથામાં શ્રી મોરારિબાપુને એમ કહેતા સાંભળ્યા છે કે માતા કૌશલ્યાના કક્ષમાં દિવ્ય પ્રકાશ છવાયો ને ચતુર્ભુજધારી શ્રીરામ અવતર્યા પણ પછી માતાનાં કહેવાથી તેઓ દ્વિભૂજધારી માનવ બન્યા ને પછી જન્મ લેતાં બાળક જેવડાં નાનકડાં બન્યાં ને પછી માનવબાળ જન્મ વખતે રહે તેમ શ્રીરામ રડ્યાં! ભગવાન શ્રીકૃષ્ણ પણ કોટડીમાં જન્મીને ટોપલીમાં સૂતાં સૂતાં પોતાનો પગ લંબાવી યમુના વચ્ચે માર્ગ બનાવવામાં સફળ રહ્યા ત્યારે આપણને સામર્થ્યધારી શ્રીકૃષ્ણ પ્રાપ્ત થયા! અવતારી પુરુષો જન્મ નથી લેતા પણ તેમનું પ્રાકટ્ય થાય છે એમ એથી આપણે કહીએ છીએ ને!

પણ શું બુદ્ધપુરુષો પણ જન્મથી જ આશ્ચર્ય સર્જે છે? આવી અનેક કથાઓ તો છે, પરંતુ તેનાં પ્રમાણો પણ છે અને ઉપલબ્ધ પ્રમાણો પ્રતીતિજનક છે એટલે તેને કલ્પિત માની લેવાનું કોઈ કારણ નથી! અવતારો પછીથી જે ક્રમમાં આવે છે તેવા કેટલાક બુદ્ધપુરુષોનાં જન્મની વાતો રોમાંચિત કરે તેવી છે. હા, વર્ષો પહેલાંના આ કથાનકો હોવાથી જન્મ સમયે થયેલ વિશિષ્ટ ઘટનાઓ ચમત્કાર જેવી જરૂર લાગે, પણ વિગતોમાં ભારોભાર તથ્યો છે અને તેનાં એક કરતાં વધુ આધારો છે.

પારસી ધર્મના ધર્મગુરુ અને સમર્થ બુદ્ધપુરુષ અશો જરથ્રુસ્ત્ર જન્મ્યા ત્યારે રડ્યા નથી, પણ જન્મ સમયે ઉપસ્થિત પરિચારિકાઓની આશ્ચર્યભરી નજરો વચ્ચે તેઓ હસતા હસતા જન્મ્યા. માતાના ગર્ભને છોડી સંસારમાં પ્રવેશતું બાળક આલોકની ચિંતાને લઈને રડતાં રડતાં જન્મે છે અને એ સર્વસ્વીકૃત છે. તબીબી વિજ્ઞાન તો એવું કહે છે કે જન્મતું બાળક ન રડે તો તેને ધબ્બો મારી રડાવવામાં આવે છે અને રડવાથી જ નવજાત બાળકનું શ્વસન તંત્ર નિયમિત કાર્યરત થાય છે, પરંતુ જરથ્રુસ્ત્રના જન્મ વખતે એથી ઊલટું થયું. તેઓ હાસ્ય સાથે અવતર્યા. માન્યતા છે કે એમનાં હાસ્યને ધર્મગુરુ ખુદ હંસતે હુએ પ્રગટ હુએ ઇસિ લિયે પારસીઓ મેં કોઈ સાધુ યા સ્વામી નહીં હુઆ!

તાઓ તે કિંગના સર્જક અને તાઓ ઉપનિષદના ઉદ્્ગાતા લાઓત્સુ તો એંશી વર્ષની ઉંમર સુધી પોતાની કુંવારી માતાના ગર્ભમાં રહ્યા! એક્યાસીમાં વર્ષે સફેદ વાળ ને દાઢી સાથે જન્મ લેનાર લાઓત્સુનાં માતાનું તરત જ મૃત્યુ થયું અને તેમનો પ્રકાશ લાઓત્સુમાં વિલીન થઈ ગયો! જિસસ ક્રાઇસ્ટ અને લાઓત્સુ બંને વર્જિન મધરનાં સંતાનો છે!

જેમને બહુ સહજતાથી સૌ ‘ભગવાન’ બુદ્ધ કહે છે તે બુદ્ધ તો ઊભાં ઊભાં જ જન્મ્યા છે! આજે ગળે ન ઊતરે એવી વાત છે. બુદ્ધનાં માતાં ઊભાં હતાં ત્યારે સિદ્ધાર્થ અવતર્યા ને સીધા જ પોતાનાં પગ પર ઊભા રહ્યા! એટલું જ નહીં તેઓ પગ પર સ્થિર ઊભા થયા ને તરત થત્ર તરફ સાત પગલાં ચાલ્યા અને આઠમાં પગલે ઊભા રહી સત્ય ઉચ્ચારવા લાગ્યા. તેમનાં માતાને સફેદ હાથી સ્વપ્નમાં આવ્યાનું શાસ્ત્રો નોંધે છે અને પછી દિવ્ય બાળક તરીકે બુદ્ધનો જન્મ ચમત્કાર સમાન હતો.

જેમનાં નામે એક મહાન ગ્રંથ છે તે ‘અષ્ટાવક્રગીતા’ના ઉપદેશક અષ્ટાવક્રજી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ જવાય તેવી રીતે જન્મ્યા છે.

કહે છે કે, ઉદાલક નામના પરમ જ્ઞાની ગુરુ પાસે કેટલાય શિષ્યોએ વેદ અને શાસ્ત્રો શીખ્યાં. તેમનો એક શિષ્ટ કહોદા બહુ જ આજ્ઞાંક્તિ અને ગુરુસેવારત હતો. કહોદાથી પ્રસન્ન થઈ ઉદાલકે પોતાની દીકરી સુજાતા સાથે તેનાં લગ્ન કર્યાં અને એ દંપતી ત્યાં જ રહી ઉદાલકને મદદ કરવા લાગ્યું. સુજાતા ગર્ભવતી બની અને પિતા તથા પતિ પાસે જ રહેવા લાગી. ગર્ભમાં રહેલું બાળક કહોદા પાસેથી શાસ્ત્ર જ્ઞાન સાંભળતું હતું. જોકે, કહોદની માસ્ટરી ન હોવાથી ગર્ભસ્થ બાળકે ભાવિ પિતાને ગર્ભમાંથી પડકાર ફેંક્યો ને કહ્યું, ‘શાસ્ત્રમાં જ્ઞાન ક્યાં છે? જ્ઞાન તો સ્વયંમાં છે! આ સાંભળી પંડિત પિતા ગુસ્સે ભરાયા અને ગર્ભસ્થ શિશુને શ્રાપ દીધો કે તું આઠેય અંગોથી વિકલાંગ જન્મીશ. ખરેખર જન્મ સમયે આઠ અંગે વાંકુંચૂંકું બાળક અવતર્યું અને તેથી તે ‘અષ્ટાવક્ર’ કહેવાયું. જે અષ્ટાવક્રએ બાર વર્ષની ઉંમરે રાજા જનકના ગહન પ્રશ્નોના જવાબ આપ્યા અને તે ‘અષ્ટાવક્રગીતા’ કહેવાઈ… પુત્રનાં લક્ષણ પારણાંમાંથી, પણ બુદ્ધપુરુષનાં લક્ષણ તો જન્મપૂર્વેથી જ!’

ચૂંક સાથે ચીકણા ઝાડા કરાવતો એક વ્યાપક વ્યાધિ: મરડો

વધુ પડતું અને વારંવાર પાણી પીવાથી, ગંદુ કે પ્રદૂષિત પાણી પીવાથી અને આગળનો આહાર હજુ તો પચ્યો પણ ન હોય ત્યાં ઉપરા ઉપરી ખા…ખા… કરવાથી પણ મરડો થવાની શક્યતાને બળ મળે છે.

મરડાના લક્ષણો

મરડાને આયુર્વેદની પરિભાષામાં ‘પ્રવાહિકા’ કહેવામાં આવે છે. ‘પ્રવાહણ’ એટલે આંકડી અથવા ચૂંક. આ રોગમાં મળપ્રવૃત્તિ પહેલાં પેટમાં સખત વાઢ આવતી હોય એવું લાગે છે. કફયુક્ત મળની વારંવાર પ્રવૃત્તિ થાય છે. આમ છતાં પેટ સાફ આવ્યું હોય એવું લાગતું નથી. મળ પ્રવૃત્તિ વખતે વ્યક્તિએ જોર કરી કરાંજવું પડે છે. અને એકી સાથે, સરળતાથી ‘હાશ…’ થાય એ રીતે ઝાડો થતો નથી. થોડી થોડી વારે ચીકણો, કફ કે ‘આમ’ સાથેનો ઝાડો થતો રહે છે અને તેથી વ્યક્તિ થાકી જાય છે.

મરડાની તીવ્ર અવસ્થામાં વ્યક્તિ જાજરૂ જઇને હજુ તો હાથ ધોતી હોય ત્યાં ફરીથી વીંટ આવવાની શરૂ થાય છે અને દોડીને ફરી પાછું સંડાસમાં પહોંચી જવું પડે છે. થોડીવાર બેસી રહેવા છતાં નહીં જેવો જળસ (ચીકાશ) યુક્ત ઝાડો માંડ થાય છે. કોઈવાર ચીકાશની સાથે થોડું લોહી પડતું હોય એવું પણ લાગે છે. પગની એડીઓમાં ગોટલા ચડે છે અને ક્યારેક તો જીવ ચાલ્યો જતો હોય એવી હાલત થાય છે. ખાવાનું ભાવતું નથી. જઠરાગ્નિ એકદમ મંદ પડી જાય છે અને જીભ પર સફેદ છારી બાઝેલી હોય છે.

મરડો થાય છે કેવી રીતે અને કયા કારણે ?

કારણની શોધ કરીએ તો મોટેભાગે પાચનતંત્રની નબળાઈ અને અહિતાશન મુખ્ય હોય છે. પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય એવો, ભૂખ કરતાં વધારે અને સ્વાદવશ થઇને લેવાતો મિથ્યા આહાર મરડા માટે નિમંત્રક બને છે. ખૂબ ભારે, અતિસ્નિગ્ધ અને વધુ પ્રમાણમાં લેવાયેલો આહાર જલદીથી પચતો નથી અને આંતરડાને ખરાબ કરે છે.

વારંવાર આ રીતનો આહાર લેવાયા કરે તો આમ તથા કફની ઉત્પત્તિ વધે છે અને આ કફ આંતરડાની અંદરની દિવાલ પર ચોંટતો જાય છે. ધીમે ધીમે તે વાયુના માર્ગને અવરોધે છે. આ રીતે પ્રકુપિત થયેલો વાયુ આંતરડાની દિવાલમાં ચોંટેલા કફને મળની સાથે બળપૂર્વક બહાર કાઢે છે અને તેથી ચુંકાઈને મળપ્રવૃત્તિ થાય છે.

વધુ પડતું અને વારંવાર પાણી પીવાથી, ગંદુ કે પ્રદૂષિત પાણી પીવાથી અને આગળનો આહાર હજુ તો પચ્યો પણ ન હોય ત્યાં ઉપરા ઉપરી ખા…ખા… કરવાથી પણ મરડો થવાની શક્યતાને બળ મળે છે. વિરુધ્ધ આહાર, કાચેકાચો (અપકવ) આહાર, વિષમ ભોજન અને દૂષિત મધ્યપાન પણ મરડાના કારણ તરીકે ગણાવેલ છે. ભય, ઉદ્વેગ, ચિંતા, શોક જેવા માનસિક કારણોથી પણ આ વ્યાધિ થાય અથવા તો વધે છે.

તદ્વિદોએ અતિસાર (ઝાડા) તથા મરડાના જે કારણો ગણાવ્યા છે તેમાં એક ધ્યાન આપવા જેવું કારણ છે – સુકલકડી શરીર ધરાવતા પશુનું માંસ અથવા તો સૂકાયેલું – વાસી માંસ. માંસાહાર કરતા લોકો ભાગ્યે જ એ જાણતા હોય છે કે પોતાને જે પશુનું માંસ વેચવા કે પીરસવામાં આવે છે તેને કોઈ રોગ હતો કે કેમ ? જેમ માણસોને તેમ પશુઓને પણ ક્ષય, આંતરડાના દરદો કે કેન્સર જેવા રોગો પણ થઇ શકે છે. બગડેલું વાસી માંસ, પાચનતંત્રને બગાડી ખાનાર વ્યક્તિના શરીરમાં મરડાના બીજ (જીવાણુ) ને રોપી શકે છે.

ગરમ પ્રદેશમાં કે વધુ પડતી ગરમી પડતી હોય તેવા રાજ્યોમાં આ રોગ વિશેષ થાય છે. ગામડાઓમાં અને ગરીબ વિસ્તારોમાં કે જ્યાં જાજરૂની વ્યવસ્થા નથી, ત્યાં લોકો ખુલ્લામાં મળ પ્રવૃત્તિ કરે છે. જેને મરડો થયો છે તેવા લોકો પણ ખૂલ્લામાં જાજરૂ જાય છે અને થોડી વારમાં જ તેના પર માખીઓ બણબણે છે. આમ ત્યાંથી ઉડેલી માખી ઘરમાં ખુલ્લી પડેલી રસોઈ પર કે બજારમાં વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થો પર બેસે છે અને એમ મરડાનો ચેપ ફેલાતો રહે છે. એક અભ્યાસ અનુસાર આરોગ વીસથી ચાલીસ વર્ષની વયના લોકોમાં વધુ જોવા મળે છે. સ્ત્રીઓ તથા બાળકોમાં આનું પ્રમાણ ઓછું જોવ મળે છે.

મરડાના ચાર પ્રકાર

આયુર્વેદની દ્રષ્ટિએ મરડાના કુલ ચાર પ્રકાર છે. તેમાં વાયુથી થતા મરડામાં આંકડી વધુ આવે છે. અને આમ (ચીકાશ) યુક્ત મળપ્રવૃત્તિ થાય છે. પિત્તથી થતા મરડામાં બળતરા સાથે ચીકાશયુક્ત મળપ્રવૃત્તિ થાય છે. કફથી થતા મરડામાં મળની સાથે કફનું પ્રમાણ વિશેષ હોય છે. ‘રક્તજ’ તરીકે ઓળખાતા પ્રકારમાં વ્યક્તિને બળ તો કરવું જ પડે છે પણ ચીકાશયુક્ત ઝાડાની સાથે થોડું થોડું લોહી પણ આવે છે. અપથ્ય ચાલુ રહે તો આગળ જતાં આમાંથી જ ‘અલ્સરેટિવ કોલાઇટીસ’ પણ થઇ શકે છે.